એવું રહસ્યમય મંદિર જે કરે છે વરસાદની આગાહી, જેની સામે વૈજ્ઞાનિકો પણ ફેલ

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે જ્યાં મંદિરની છત પરથી તડકામાં પણ અચાનક પાણી ટપકવા લાગે છે. વરસાદની શરૂઆત થતા જ આ ટીપા પડવાનું બંધ થઇ જાય છે. આ મંદિર ઉત્તર પ્રદેશની ઓદ્યોગિક નગરી ગણાતા કાનપુર જિલ્લાના ભીતરગામ વિસ્તારથી ત્રણ કિમી દૂર પર બેહટા ગામમાં આવેલું છે. આ પ્રાચીન મંદિરમાં ભગવાન જગન્નાથની પુજા કરવામાં આવે છે.

Advertisement

કહેવામાં આવે છે કે ઘણીવાર વિજ્ઞાનિકો અને પુરાતત્વ તજજ્ઞોએ મંદિરમાંથી ટપકતા ટીપાની તપાસ પણ કરી પરંતુ આજદીન સુધી આ રહસ્ય પરથી પડદો ઉચકાયો નથી. લોકોમાં ભારે કુતુહલ છે કે મંદિરમાંથી આ પાણીના ટીપા કેવી રીતે ટપકે છે.

કહેવામાં આવે છે કે આ મંદિરનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ જૂનો છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલદાઉ અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. આ સિવાય મંદિરમાં પદ્મનાભમની પણ મૂર્તિ સ્થાપિત છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી તેઓ મંદિરની છત પરથી ટપકતા ટીપાથી જ ચોમાસાના આગમનનો અંદેશો લગાવે છે. કહેવામાં આવે છે કે આ મંદિરની છત પરથી ટપકતા ટીપાના હિસાબથી જ વરસાદ થાય છે.

આ મંદિરની ટોચ પરથી જ્યારે ટીપા પડવાનું ઘટી જાય તો માનવામાં આવે છે કે વરસાદ પણ આ વર્ષે ઓછો પડશે. અને જો ટીપા વધુ પડે અને લાંબા સમય સુધી પડે તો એવું માનવામાં આવે છે કે વરસાદ પણ સારો પડશે. મંદિરના પુજારીએ જણાવ્યું કે આ વખતે વરસાદ ઓછો થશે કારણ કે બે દિવસથી નાના ટીપા પડી રહ્યાં છે.

જગન્નાથ મંદિર પુરાતત્વને આધીન છે. જેવી રીતે પુરી ઉડીસાના જગન્નાથ મંદિરમાંથી રથ યાત્રા નિકળે છે તેવી જ રીતે આ મંદિરેથી પણ રથ યાત્રા કાઢવામાં આવે છે. પુરાતત્વ વિભાગ કાનપુરના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે મંદિરનો જીર્ણોદ્ધાર 11મી સદીની આસપાસ કરવામાં આવ્યો હતો. મંદિર 9મી સદીનું હોવાનો અંદાજ છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page