બિકિનીથી લઈને સાડી સુધી, દરેક લુકમાં પરફેક્ટ છે બૉલીવુડ ફિટનેસ ગર્લ શિલ્પા શેટ્ટી

બૉલીવુડ ડિવા શિલ્પા શેટ્ટી 8 જૂને પોતાનો 46મો જન્મદિવસ મનાવી રહી છે, વધી રહેલી ઉંમર હોવા છતાં એક્ટ્રેસનો જલવો ઓછો થયો નથી. બિકિની હોય કે સાડી, શિલ્પા દરેક આઉટફિટમાં પરફેક્ટ નજર આવે છે. વેસ્ટર્નથી લઈને ઈન્ડિયન દરેક ફેશનમાં શિલ્પાનો એક અલગ ચાર્મ છે. આજે તેના સ્પેશિયલ ડે પર ચાલો એક નજર કરીએ એક્ટ્રેસનાં ડિફરન્ટ લુક્સ પર…

Advertisement

હુસ્નની મલ્લિકા શિલ્પાના બિકિની ફોટા હર કોઈને તેના કાયલ કરી દે છે. પોતાની બ્યુટી અને ગ્લેમરસ અદાઓથી શિલ્પાના આ ફોટા લોકોને દિવાના બનાવવા માટે કાફી છે.

છોકરીઓની વચ્ચે શિલ્પા પોતાની ફિટનેસ અને ગોર્જિયસ લુકસને કારણે પોપ્યુલર છે. શિલ્પા વીડયોઝ દ્વારા લોકોને ફિટનેસ ટિપ્સ અને યોગ કરવાના આસનની રીતો પણ જણાવે છે.

સામાન્ય રીતે તો શિલ્પાને વેસ્ટપર્ન અથવા કેઝ્યુઅલ લુક્સમાં વધારે જોવામાં આવે છે, પરંતુ કેટલાક ખાસ અવસરો પર એક્ટ્રેસ ટ્રેડિશનલ લુક્સને ફ્લોન્ટ કરવાથી ચુકતી નથી, લહેંગા, સાડી, સલવાર-સૂટ દરેક પ્રકારનાં કપડા શિલ્પા પર સૂટ કરે છે.

ફોર્મલ લુકમાં કંઈ રીતે પોતાની ફેશનને જાળવી રાખવી, તેનુ ઉત્તમ ઉદાહરણ શિલ્પાથી સારું બીજુ કોણ હોઈ શકે છે. ઓફિસ વેરમાં પણ શિલ્પાનો ગ્લેમર ઓછો નથી.

શિલ્પાના આઉટફિટ્સને જોઈને એમ કહી શકાય કે તેણીને ફેશનની ખૂબ જ સારી સેંસ છે. તેની સ્ટાઈલ અલગ જ હોય છે, જેને બાદમાં અન્ય લોકો પણ ફોલો કરે છે. ઘરનું કોઈ પણ ફંક્શન હોય કે બીચ લુક, ક્યારે શું કેરી કરવાનું છે, એક્ટ્રેસ તેનું ધ્યાન રાખે છે.

ઇન્ડો વેસ્ટર્ન લુકમાં શિલ્પાનો આ ફોટો શાનદાર છે. ફક્ત ડ્રેસ જ નહીં પરંતુ મેચિંગ જ્વેલરી પણ કેરી કરવી જરૂરી છે. શિલ્પાના આ ફોટા પરથી આપણે તેનો અંદાજ લગાવી શકીએ છીએ.

શિલ્પા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ફિટનેસ વીડિયો ઉપરાંત ચાહકોને તેના લુકની ઝલક પણ આપતી રહે છે. દરેક વખતે એક નવી ફેશન સાથે શિલ્પાનો લૂક વખાણવા લાયક રહે છે.

વર્કફ્રન્ટ પર, શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં ફિલ્મ હંગામા 2 માં જોવા મળશે. આમાં તે પરેશ રાવલ, મીઝાન જાફરી અને પ્રોણિતા સુભાષ સાથે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page