ફિલ્મોમાં આવ્યા પહેલાં આવા દેખાતા હતા તમારા ફેવરિટ સ્ટાર્સ, ફોટો જોઈને નહીં આવે વિશ્ર્વાસ એ નક્કી…!

બોલિવૂડ દુનિયાનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ છે અને તેમાં એક કરતા વધારે હિરોઇન છે, જે ઘણી મહેનત કરીને આગળ પહોંચી છે. તમે જાણો છો કે આ ક્ષેત્રમાં રહેવા માટે દરેક અભિનેત્રીએ તેના શરીર પર ઘણું ધ્યાન આપવું પડે છે, આજે અમે એવી કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરી રહ્યા છીએ જે ફિલ્મોમાં આવતા પહેલા ખૂબ જાડી અને ઘણી ફેટી દેખાતી હતી પરંતુ આ પછી આ હિરોઇનો પોતાનું વજન ઘટાડીને દરેકને ચોંકાવી દીધા હતા અને બોલિવૂડમાં પોતાની ઓળખ કાયમ કરી. વાસ્તવમાં આ અભિનેત્રીઓએ તેમની ચરબી ઓછી કરવા માટે ખૂબ મહેનત કરી છે. ચાલો જાણીએ આ હિરોઈનો કોણ છે.

Advertisement

પરિણીતી ચોપડા:
તમે પરિણીતી ચોપડાને જાણતા જ હશે. ખૂબ જ સુંદર દેખાતી અભિનેત્રીએ આજે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા પરિણીતી ચોપડા ખૂબ જાડી હતી, તેનું વજન 86 કિલો હતું. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ પરિણીતીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેનું વજન વધારે હતુ. ફિલ્મોમાં આવ્યા પછી, તેણે જીમમાં જઈને તેના આહાર તરફ ધ્યાન આપીને 28 કિલો વજન ઘટાડ્યું હતું અને આજે તે બોલિવૂડની સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે.

Advertisement

આલિયા ભટ્ટ:
પ્રખ્યાત નિર્દેશક મહેશ ભટ્ટની પુત્રી અને બોલિવૂડની ક્યૂટ હિરોઇન આલિયા ભટ્ટને બધું વારસામાં મળ્યુ છે, તે શરૂઆતથી જ ફિલ્મોમાં આવવા માંગતી હતી. પરંતુ શરૂઆતમાં આલિયા ભટ્ટનું વજન ખૂબ વધારે હતું જ્યારે આલિયાને કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં કામ કરવાની તક મળી, તે સમયે તેનું વજન 68 કિલો હતું. કરણ જોહરના કહેવા પર, તેણે પોતાનું વજન 16 કિલો ઘટાડવું પડ્યું કારણ કે કરણ જોહરે એક શરત મૂકી હતી કે આ ફિલ્મમાં કામ કરવા માટે તેણે વજન ઓછું કરવું પડશે. જે બાદ આલિયાએ પોતાનું વજન ઓછું કરવા માટે ખૂબ જ પરસેવો પાડ્યો અને તેની પહેલી ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો.

ભૂમિ પેડનેકર:
પ્રખ્યાત અભિનેત્રી ભૂમિ પેડનેકરની પહેલી ફિલ્મ ‘દમ લગ કે હૈશા’ના સમયે, તેનું વજન 85 કિલો હતું અને ખૂબ જાડી દેખાતી હતી, પરંતુ તેણે બીજી ફિલ્મ’ મનમર્જીયાં’માં પોતાનું વજન ઘટાડીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેણે ઘણા કિલો વજન ઘટાડ્યું, ઘણા લોકો તેને ઓળખી પણ ન શક્યા. તેનું વજન ઓછું કરવા માટે તેણે આહારમાં ઘણા બધા ફેરફાર કરવા પડ્યા હતા.

સોનાક્ષી સિંહા:
અભિનેત્રી સોનાક્ષી સિંહાને કોણ સારી રીતે ઓળખતું ન હોય? દરેકના દિલ પર રાજ કરનારી સોનાક્ષી સિંહા પણ એક સમયે ખૂબ વજન ધરાવતી હતી. જ્યારે તે બોલિવૂડથી દૂર હતી અને ફિલ્મોમાં એન્ટ્રી નહોતી કરી ત્યારે તેનું વજન 90 કિલો હતું, જે એક છોકરી માટે ખૂબ વધારે છે. તેણે તેની પ્રથમ ફિલ્મ માટે 30 કિલો વજન ઘટાડ્યું હતું. એકવાર જ્યારે તેણીને આટલું વજન ઘટાડવાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે હંમેશાં તેના ડાયટ પ્લાન પ્રમાણે બધું ખાય છે અને જંક ફૂડથી બિલકુલ દૂર રહે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page