દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર છે મુકેશ અંબાણીનું, અંદરથી આવુ દેખાય છે ‘એન્ટીલિયા’, મારો એક લટાર

એશિયાનાં સૌથી પૈસાદાર અને રિલાયન્સ કંપનીનાં માલિક મુકેશ અંબાણી દુનિયાનાં સૌથી ધનવાન લોકોમાં ગણવામાં આવે છે. ફક્ત એટલું જ નહી તેમનુ ઘર પણ શાનદાર અને મોંઘા ઘરોની યાદીમાં છે. મુકેશ અંબાણીનું આલીશાન ઘર એન્ટીલિયા દુનિયાનું બીજા નંબરનું મોંઘુ ઘર છે. એન્ટીલિયામાં કોઈ પણ વસ્તની કમી નથી. આ આલિશાન ઘરમાં સ્વિમિંગ પૂલથી લઈને સિનેમા હોલ સુધી બધુ જ હાજર છે. તમે એન્ટીલિયાની બહારનાં ફોટા ઘણીવાર જોયા હશે, પરંતુ આ સુંદર ઘરની અંદરનો નજારો જોઈને તમે દંગ રહી જશો. તમે ફોટાને જોઈને તે જરૂરથી કહેશોકે, આ ઘર છે કે કોઈ મહેલ. તો ચાલો તમને બતાવીએ અંદરથી કેવું દેખાય છે મુકેશ અંબાણીનું એન્ટીલિયા.

Advertisement

મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, બે પુત્રો અને વહુની સાથે રહે છે. મુંબઈનાં સાઉથમાં અલ્ટમાઉંટ રોડ પર બનેલું એન્ટીલિયા 27 ફ્લોરનું છે અને આ એન્ટીલિયા 4,00,000 સ્કેવર ફૂટમાં બનેલું છે. મુકેશ અંબાણીનું ઘર 200 કરોડ ડોલર એટલેકે લગભગ 11 હજાર કરોડ રૂપિયાનાં ખર્ચથી બનેલું છે.

Advertisement

એટલું જ નહીં, એન્ટિલિયાથી ખુલ્લું આકાશ અને સમુદ્રનું સુંદર દૃશ્ય પણ દેખાય છે. આ સિવાય એન્ટિલિયાના છઠ્ઠા માળે એક ગેરેજ છે. જેમાં લગભગ 168 કાર એક સાથે રાખી શકાય છે. આ કારની સર્વિસ માટે, 7 મા માળે એક સર્વિસ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીના ઘરમાં 9 લિફ્ટ છે, જેથી કોઈ પણ ફ્લોર પર જઈ શકાય છે. આ ઉપરાંત અંબાણીના ઘરે યોગ સેન્ટર, ડાન્સ સ્ટુડિયો, હેલ્થ સ્પા અને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યા છે.

અંબાણીનો આખો પરિવાર એન્ટિલિયાના ઉપરના 6 માળમાં રહે છે. જ્યાં દરેક સુવિધા ઉપલબ્ધ છે અને અંબાણી પરિવારના દરેક આરામને ધ્યાનમાં રાખીને આ 6 માળ બનાવવામાં આવ્યા છે.

એન્ટિલિયાની અંદર ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે આ ઘર 8 રિક્ટર સ્કેલના ભૂકંપના આંચકાઓ સરળતાથી સહન કરી શકે છે.

એન્ટીલિયા હાઉસ 27 માળનું છે, પરંતુ તેની ઉંચાઈ 60 ફ્લોર જેટલી છે. કારણકે તેની છતોને ઘણી ઉંચી બનાવવામાં આવી છે. અંબાણી પરિવારનાં દરેક કાર્યક્રમ અહીં જ થાય છે.

મુકેશ અંબાણીનો પરિવાર ગ્લેમરસ જીવન જીવવા માટે જાણીતો છે. આખો પરિવાર ઘણીવાર બોલિવૂડની હસ્તીઓ સાથે જોવા મળે છે. તેમના ઘરે યોજાયેલા કાર્યક્રમોમાં સેલેબ્સ પણ સામેલ થાય છે.

 

જણાવી દઈએ કે તેના નિર્માણની જવાબદારી ઓસ્ટ્રેલિયા સ્થિત કંસ્ટ્રક્શન કંપની લાઇટન કોન્ટ્રાક્ટર્સને આપવામાં આવી હતી, જેમણે યુએસ આર્કિટેક્ચર ફર્મનાં સહયોગથી આ અજાયબી બિલ્ડિંગની રચના કરી હતી. આ મકાનમાં હેલિપેડ પણ છે.

તો મુકેશ અંબાણીના સપનાનો મહેલ તમને કેવી લાગ્યો? એવું કહેવું ખોટું નથી કે ઘર એન્ટિલિયા કોઈ સુંદર મહેલથી કમ નથી અને તેથી જ લોકો તેને જોવા માટે બેચેન રહે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page