સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધુ છે ખુબ જ બોલ્ડ અને સુંદર, આખું સાઉથ છે કાયલ, તસવીરોમાં ખાસ

તમે બધા લોકો સાઉથના સુપરસ્ટારર નાગાર્જુનને તો જાણતા જ હશો જેમનું આખું નામ અક્કિનેની નાગાર્જુન છે. નાગાર્જુન એક ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા પણ છે. જેમનો જન્મ 29 ઓગસ્ટ 1959ના રોજ મદ્રાસમાં થયો હતો. ઉલ્લેખનય છે કે નાગાર્જુન સાઉથમાં એક બ્રાંડ છે અને તેઓને લાખો લોકો પસંદ કરે છે. તેમનું ફેનફોલોઇંગ રજનીકાંતની જેમ દુનિયાભરમાં ફેલાયેલું છે. તેમની એક જલક જોવા લોકો પાગલ થઇ જાય છે.

Advertisement

નાગાર્જુને અનેક મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે શિવા અને વિક્કી દાદા જેવી સુપરહિટ ફિલ્મોએ તહલકા મચાવી દીધો હતો. દરેક વ્યક્તિના મોઢા પર બસ નાગાર્જુનનું જ નામ હતું. અને આજ પ્રભાવશાળી ફિલ્મોને કારણે તેમનું નામ ફેમસ થઇ ગયું હતું.

Advertisement

ઉલ્લેખનીય છે કે નાગાર્જુનના પુત્ર અક્કિનેની નાગા ચેતન્ય પણ એક અભિનેતા છે. ચેતન્ય પણ પોતાના પિતાની જેમ હેન્ડસમ અને સ્માર્ટ છે. તેમની પત્ની પણ ખુબ જ બોલ્ડ અને સુંદર છે. ચેતન્યની પત્નીનું નામ સામંથા રૂથ પ્રભુ છે જે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે.

આજે અમે તમને આ આર્ટિકલના માધ્યમથી સામંથા રૂથ પ્રભુન વિષયમાં જાણકારી આપી રહ્યાં છીએ. સામંથા સુંદર અને બોલ્ડ નજર આવે છે.

સામંથા રૂથ પ્રભુ તેલુગુ અને તામિલ ફિલ્મોની એક જાણીતી અભિનેત્રી અને મોડલ છે. સામંથાનો જન્મ 30 એપ્રિલ 1987ના રોજ ચેન્નઇમાં થયો હતો. સામંથા રૂથ પ્રભુએ પોતાના સ્કૂલનું શિક્ષણ હોલી એંજેલસ એંગ્લો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલ ચેન્નઇમાં પૂર્ણ કર્યું હતું.

ત્યારબાદ સામંથા રૂથ પ્રભુએ સ્ટેલ્લા મારિસ કોલેજ ચેન્નઇમાંથી કોમર્સમાં ડિગ્રી મેળવી હતી. વાત તેમના શિક્ષણની કરવામાં આવે તો આ કોલેજમાં તેઓ પોતાના સમયમાં સૌથી ઇન્ટેલિન્ટ યુવતીઓમાંથી એક હતી અને એ સમયમાં તેઓ કડક મીજાજી યુવતી હતી.

ઉલ્લેખનીય છે કે સમંથાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ યે માયા ચેસવાથી કરી હતી ત્યારબાદ તેઓએ અનેક ફિલ્મમાં પોતાના અભિનયનો પરચો આપ્યો. સમંથા રૂથ પ્રભુને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રીનો ફિલ્મ ફે પુરસ્કાર-દક્ષિણ પણ મળી ચૂક્યો છે.

સમંથા રૂથ પ્રભુએ તેલુગુ સિનેમામાં અનેક હિટ અને સુપરહિટ ફિલ્મો આફી છે જેના કારણે તેણીને સર્વશ્રેષ્ઠ તેલુગુ અભિનેત્રી ફિલ્મફેર પુરસ્કાર અને સર્વશ્રેષ્ઠ તામિલ અભિનેત્રી ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત કરનારી બીજી અભિનેત્રી બની ગઇ છે. સમંથાના પિતાનું નામ જોસફ પ્રભુ છે અને તેમની માતાનું નામ નિનેત્તે છે.

સમંથાએ નાગાર્જુનના પુત્ર નાગા ચેતન્ય સાથે 6 ઓક્ટોબર 2017માં લગ્ન કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સમંથા અને ચેતન્યની જોડી સાઉથની સુપરડુપર હિટ માનવમાં આવે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page