અન્ય રાજ્યોમાંથી યુવતીઓ બોલાવી ચાલતો હતો દેહવ્યાપારનો ગંદો કારોબાર, પોલીસે પાડ્યા દરોડા તો આવી …..

પંજાબ પોલીસે રાજ્યમાં ચાલી રહેલા એક દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે અને આ મામલે અનેક લોકોની ધરપકડ કરી છે. તપાસ કરતા પોલીસકર્મીઓએ જણાવ્યું કે દેહવ્યાપાર માટે અન્ય રાજ્યોમાંથી યુવતીઓ લાવવામાં આવતી હતી અને તેની પાસે ખરાબ કામ કરાવવામાં આવતું હતું. પંજાબ પોલીસે હાલમાં જ ભાદસો રોડ સ્થિત પ્રેમ નગરના એક મકાનમાં દરોડા પાડી આ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે સંચાલિકા, ત્રણ યુવતીઓ સહિત દશ લોકોની આ મામલે ધરપકડ કરી છે.

Advertisement

બાતમીના આધારે સિવિલ લાઇન થાના પોલીસે રાતના સમયે દરોડા પાડી આરોપીઓને રંગેહાથ પકડ્યા હતા. જાણકારી પ્રમાણે પોલીસે લાલ બત્તી ચોકમાં તહેનાત હતી. એ દરમિયાન તેઓને અજનાલીમાં જસપ્રીત સિંહ દ્વારા દેહવ્યાપાર ચાલતો હોવાની સૂચના મળી. એસએચઓ પ્રેમ સિંહની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા અને સાત મહિલાઓ સહિત દશ મહિલાઓ સહિત દશ લોકોની ધરપકડ કરવામાં આવી.

Advertisement

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ લોકો ઇન્ટરનેશનલ કંપનીમાં જોબ અપાવવાના બહાનને ફેસબૂકની મદદથી ગ્રાહકોને શોધતા હતા. આરોપી દશ વર્ષથી દેહવ્યાપાર કરી રહ્યા હતા. થાના પોલીસ લાઇનના ઇન્ચાર્જ ગુરપ્રીત સિંહ ભિંડરે સમગ્ર મામલાના જાણકારી આપતા જણાવ્યું કે સંચાલિકા સતનામ કૌર અંદાજે દશ વર્ષથી અડ્ડો ચલાવી રહી હતી. પંજાબ સિવાય અન્ય રાજ્યોમાંથી મહિલાઓ પાસે દેહ વ્યાપારનો ધંધો કરાવતી હતી. પકડાયેલી મહિલાઓ હિમાચલ પ્રદેશ, લુધિયાના, રાજપુરા, નવી દિલ્હી, ગોવિંદગઢ અને પટિયાલાની રહેવાસી છે. પકડાયેલા યુવકોમાં એક બિહારનો અને બીજો પટિયાલો રહેવાસી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી સુમિત તથા તેની પત્ની મોના ફેસબૂક પર ઇન્ટરનેશનલ જોબ અપાવવાના બહાને ગ્રાહકોની શોધ કરતાં હતા. ત્યારબાદ આ ગ્રાહકોને અડ્ડા પર લાવવામાં આવતા હતા. અહીં આ લોકો ગ્રાહકો પાસેથી પૈસા લેતા હતા. બંને ફેસબૂક પર ખુબ જ એક્ટિવ હતા. પકડાયેલ દંપતીએ કહ્યું કે તેઓ છ મહિનાથી આ ધંધો કરતા હતા.

આરોપી સતનામ કૌર વિરુદ્ધ આ પહેલા પણ કેસ દાખલ થઇ ચૂક્યો છે. અંદાજે ત્રણ સપ્તહ પહેલા જ પાવરકોમના કર્મચારીઓ સાથે મારપીટ કરવાના કેસમાં સિવિલ લાઇન થાનામાં કેસ દાખલ થયો હતો. તેના ઘરનું વીજ ક્નેક્શન સમયપર ન ભરવાને કારણે કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તે પાડોસીના ઘરેથી વીજ સપ્લાઇ લઇ રહી હતી. આ અંગે પાવરકોમની ટીમ ચેકિંગ માટે પહોંચી હતી. ત્યારે સતનામ કૌર અને તેના પરિવારજનો સાથે મારપીટ શરૂ કરી હતી.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page