રાજસ્થાન ફરવા જતાં હોય તો થઈ જજો સાવધાન..! ક્યાંક તમારી સાથે પણ આવું ના બને…?

રાજસ્થાનઃ ફરવા જવાનો શોખ કોને ન હોય..દરેક વ્યક્તિને ક્યાંકને ક્યાંક ફરવા જવાનો શોખ રાખે છે. પરંતુ વિચારો તમે ક્યાંક ફરવા ગયા હોય અને તમારી સાથે કોઇ અનહોની થઇ જાય તો કેવું લાગશે ? આમ પણ આપણે જ્યારે ક્યાંક ફરવા જઇએ ત્યારે મનથી પ્લાનિંગ કરીએ છીએ અને એવામાં કંઇક એવું થાય જેની આપણે કલ્પના પણ કરી ન હોય. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ધોળા દિવસે ગુંડાઓએ લૂંટ ચલાવી હતી.

Advertisement

ઉલ્લેખનીય છે કે આ ઘટના ઉદયપુર અંબામાતા થાના વિસ્તારમાં મોટા તળાવ પાસે બની હતી. અહીં ચાકુ દેખાડી ચાર બદમાસોએ કાર સવાર યુવક-યુવતીને રોક્યા અને તેમની પાસેથી મોબાઇલ, ઘડિયાલ, રોકડ રૂપિયા સહિતનો સામાન લૂંટી લીધો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

આ વીડિયોમાં દેખાઇ રહ્યો છે કે એક યુવક છે જેની પાસેથી છરીની અણીએ કેટલાક ગુંડાઓ સામાન છીનવી રહ્યાં છે. યુવક એક કાર પાસે ઉભો છે અને પાછળથી એક યુવતીનો પણ અવાજ આવી રહ્યો છે. વીડિયો જોઇને એવું લાગી રહ્યું છે કે યુવક અને યુવતી ટૂરિસ્ટ હતા. પરંતુ કેટલાક લૂંટારુઓએ તેઓને આંતરી બધો જ સામાન લૂંટી લીધો. ત્યાં સુધી કે કારની ચાવી પણ લૂંટી લીધી. જ્યારે યુવતી પાછળથી બૂમો પાડી રહી છે કે ગાડીની ચાવી તો આપી દો ભાઇ, પરંતુ લૂંટ્યા બાદ આ બદમાશ બાઇક પર બેસી ફરાર થઇ ગયા.

લૂંટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. જેમાં બે બાઇક પર 5-6 લોકો દેખાઇ રહ્યાં છે. આ વીડિયો લોકોને એટલો ખતરનાક લાગી રહ્યો છે કે તેને જોયા બાદ તેઓ ક્યાંય પર ફરવા ગયા પહેલા બે વખત જરૂર વિચાર કરશે. આ વીડિયો જોઇને એક વાત તો સ્પષ્ટ થાય છે કે ભારતમાં કોઇની પણ સાથે ગમે ત્યારે કંઇ પણ થઇ શકે છે. પરંતુ વીડિયો સામે આવ્યા બાદ ઉદયપુર પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આ વીડિયોને લક્ષ્મીકાંત ભારદ્વારજ નામના એકાઉન્ટ પરથી ટ્વીટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું કે આ આજનું રાજસ્થાન છે. જાહેરમાં છરીની અણીએ ગુનેગારો બેખૌફ લૂંટ ચલાવી રહ્યાં છે. આ બેશર્મ ઘટના ઉદયપુરની છે. પરંતુ તમને શરમ નહીં આવશે..

આમ પણ છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આવી છે. ત્યારથી રાજ્યમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર ઉઠ્યો છે. થોડા દિવસ પહેલા જ પીએલ પુનિયાએ કહ્યું હતું કે પ્રદેશમાં ગહલોત સરકારના અંદાજે 29 મહિનાના કાર્યકાળમાં ગુનાઓમાં દિવસેને દિવસે વધારો થયો છે. 27.49 ટકા વૃદ્ધિની સાથે ગુનાઓના કેસ 4 લાખ 98 હજાર 800થી વધુ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઇને જયપુર પોલીસે ટ્વીટ કરી કહ્યું કે આ સંબંધમાં થાના અંબામાતામાં કેસ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા માટે 10 ટીમની રચના કરવામાં આવી છે. 3 સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે.કુલ મળી આવી ઘટનાઓ સમાજ માટે શુભ સંકેત હોતા નથી, કારણ કે જો વ્યક્તિ ઘરેથી બહાર ફરવા માટે નિકળે છે કે તો વિચારે છે કે તેની સાથે બધુ સારું જ થશે પરંતુ આવી જ રીતે ધોળા દિવસે ચોરી અને લૂંટની વારદાત વધશે તો કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠશે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page