77 વર્ષની ઉંમરમાં 45ની દુલ્હન સાથે લગ્ન કરી ખુશ હતો દુલ્હો, પણ અચાનક જ બન્યું એવું કે આજ સુધી પસ્તાય રહ્યો છે દુલ્હો

છત્તીસગઢ:

Advertisement
વૃદ્ધાવસ્થાનું જીવન એવું સ્ટેજ હોય છે જેમાં એકાંતપણાની સમસ્યા વધુ હોય છે. આ પડાવ પર જીવનસાથીની સૌથી વધુ જરૂરિયાત પડે છે. જો કે ઘણીવાર વ્યક્તિ લગ્ન બાદ તલાક અથવા સાથીનના નિધનને કારણે એકલો પડી જાય છે. એવામાં તેમના મનમાં ફરી લગ્ન કરવાના વિચાર ઉત્પન્ન થવા લાગે છે. તેમને લાગે છે કે આ બીજા લગ્નથી તેના જીવનમાં ફરીથી ખુશીઓ આવી જશે. પરંતુ છત્તીસગઢના વિલાસપુરમાં રહેતા એક વ્યક્તિને 77 વર્ષની ઉંમરમાં ફરી લગ્ન કરવાનું એટલું મોંઘું પડ્યું કે તેને લાખો રૂપિયાનો ચુનો લાગ્યો.

એમએલ પસ્ટારિયા ખાદ્ય તથા નાગરિક આપૂર્તિ વિભાગના રિટાયર્ડ ઓફિસર છે. તેઓએ 77 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવાનો વિચાર આવ્યો. આ માટે તેઓએ પેપરમાં લગ્નની જાહેરાત પણ છપાવી. આ જાહેરાતને 45 વર્ષની એક મહિલાએ વાંચી અને પસ્ટારિયાજીની સામે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. મહિલાએ પોતાનું નામ આશા જણાવ્યું. સાથે જ મધ્ય પ્રદેશના સાગર શહેરનું એક સરનામું પણ મોકલ્યું. ત્યારબાદ 77 વર્ષિય પસ્ટારિયા મહિલાને મળવા પહોંચી ગયા અને તેઓએ પ્રથમ નજરમાં જ ગમી ગઇ. પસ્ટારિયાજીએ જણાવ્યું કે મહિલા સાથે વાતચીત કરવાનો અંદાજ ખુબ જમનમોહક હતો.

Advertisement

આ મુલાકાત બાદ બંનેએ 4 ડિસેમ્બર, 2016ના મુખ્યમંત્રી વિધવા તથા પરિત્યક્તા કન્યાદાન યોજના અંતર્ગત લગ્ન કરી લીધા હતા. મહિલા પોતાના પિતની સાથે રહેતી હતી. આ દરમિયાન થોડા સમયમાં મહિલા પતિ પાસેથી થોડા થોડા કરી પૈસા ઉધાર લેવા લાગી. મહિલાની પાસે જ્યારે પતિના 40 લાખ રૂપિયા એકત્રિત થઇ ગયા તો તે એક દિવસ ચુપચાપ છૂમંતર થઇ ગઇ. જ્યારે 77ના પસ્ટારિયાજીને આ વાતની જાણ થઇ તો તેઓ હેરાન પરેશાન થઇ ગયા. ત્યારબાદ તેઓએ મહિલાની શોધખોળ હાથ ધરી પરંતુ જાણવા મળ્યું કે આ મહિલાએ તેમની પહેલા 10 અન્ય દુલ્હાને ચૂનો ચોપડી ચૂકી છે.

પીડિત પસ્ટારિયાજીએ જણાવ્યું કે મહિલાએ પોતાની ઓળખ અમીર પરિવારની આપી હતી. એ મહિલાની સાથે આશીષ તથા રાહુલ નામના બે યુવક પણ હતા જેઓએ પોતાની બહેનના દિકરા ગણાવતી હતી. મહિલાએ તેઓને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ખજુરાહોમાં તેમની 25 વિઘા જમીન છે. આ જમીન તે પોતાના અમેરિકા અને દુબઇમાં રહેતા મોટા મામાના દિકરાને વેચી રહી છે. ત્યારબાદ મહિલાએ એવું પણ જણાવ્યું કે આ જમીનને વેંચશે તો તેને એક વિઘાના 32 લાખ રૂપિયા મળશે. આ પૈસાથી તેઓ બિલાસપુરમાં જમીન અથવા મકાન ખરીદશે. જો કે આ જમીનના ડોક્યુમેન્ટ અન્ય કોઇ વ્યક્તિ પાસે ગીરવે છે જેને છોડાવવા માટે 15 લાખ રૂપિયાની જરૂર છે. આવી રીતે અને બહાના આપી મહિલાએ પોતાના પતિ પાસેથી 40 લાખ રૂપિયા લઇ લીધા. ત્યારબાદ મહિલા એવી ગાયબ થઇ ગઇ કે આજસુધી મળી નથી.

આ ઘટનાથી આપણેને એવી શીખ લેવી જોઇએ કે જ્યારે પણ લગ્ન કરીએ તો સામા પક્ષે સુંદરતા, અમીરી અથવા મીઠી વાતોમાં અંધ ન બની જવું જોઇએ. સામેની વ્યક્તિની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ લગ્નનો નિર્ણય લેવો જોઇએ.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page