હું ડોકટર અને લોક સેવક છું, મારા કોઈ દુશ્મન નથી તો કમાન્ડોની જરુર નથી- ડો. મુંજપરા

સુરેન્દ્રનગર: કોઈપણ સાંસદ કે ધારાસભ્યની ઈચ્છા હોય છે કે, તે મંત્રી બની સરકારી કારમાં સિક્યુરિટી સાથે ફરે. જો કે, સુરેન્દ્રનગરના સાંસદ અને તાજેતરમાં જ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન બનેલા ડો. મહેન્દ્ર મુંજપરાએ મંત્રી બનતા પોતાને મળેલી સરકારી ગાડી અને સિકયુરિટી લેવાનો સ્વેચ્છાએ ઈન્કાર કરી રાજકારણીઓને નવી રાહ ચીંધી છે.

Advertisement

9 કમાન્ડોની સિક્યુરિટી અને કારની સુવિધા ના લીધી
ડો. મહેન્દ્ર મુંજપરાને કેંદ્રમાં રાજ્યકક્ષાના મહિલા અને બાળકલ્યાણ પ્રધાન બનાવવામા આવ્યા છે. કેંદ્રમાં મંત્રી હોવાના કારણે પ્રોટોકોલ મુજબ તેઓને 9 કમાન્ડોની સિક્યુરિટી મળે છે, સાથે સરકારી કાર પણ મળે છે. પરંતુ, ડો. મુંજપરાએ સુરેન્દ્રનગરની માફક દિલ્લીમાં પણ સાદગીનું ઉદાહરણ પુરું પાડી કાર અને સિકયુરિટી લેવાનો ઈન્કાર કર્યો છે. મુંજપરાએ કહ્યું કે, હું ડોકટર અને લોકસેવક છું, મારા કોઈ દુશ્મન નથી તો મારે સિક્યુરિટીની જરુર નથી.

Advertisement

પ્રથમ વખત સાંસદ અને મંત્રી પણ બન્યા
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામા આવી હતી. ડોકટર મુંજપરાએ પોતાની પ્રથમ ચૂંટણીમાં જ કૉંગ્રેસના કદાવર નેતા સોમાભાઈ પટેલ સામે જીત મેળવી હતી.

 

સરકારે ડો. મુંજપરાના સામાજિક અને રાજકીય ક્ષેત્રના પ્રદાનને જોઈ હવે કેંદ્રમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી પણ સોંપી છે. ત્યારે રાજનેતાઓમાં મંત્રી બન્યા બાદ જેનું સૌથી વધુ આકર્ષણ હોય છે તે સિક્યુરિટી અને કારનો સ્વેચ્છાએ સ્વીકારવાનો ઈન્કાર કરી રાજકારણમાં નવી કેડી કંડારી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page