માતા બાદ હવે દીકરીની કિસ્મત ચમકાવશે બજરંગી ભાઈજાન..! માતા સાથે કરી હતી સુપરહિટ ફિલ્મ

મુંબઈઃ

Advertisement
મનમોહક મુસ્કાન અને ભોલી સુરતવાળી ભાગ્યશ્રીએ 1989માં ફિલ્મ મેને પ્યાર કિયાથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. બોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ મેને પ્યાર કિયામાં સલમાન ખાન અને ભાગ્યશ્રી એક સાથે રોમાન્સ કરતાં નજરે પડ્યા હતા. આ ફિલ્મથી બંનેની કિસ્મત ચમકી ગઇ હતી અને રાતોરાત બોલીવૂડની પોપ્યુલર જોડી બની ગઇ હતી. આ બંનેની જોડી એટલી ફેમસ થઇ હતી કે આજેપણ લોકો બંનેને સાતે જોવા માગે છે.

સલમાન ખાનની સાથે બ્લોકબસ્ટર ફિલ્મ મેને પ્યાર કિયામાં તેઓના ખુબ જ વખાણ થયા હતા. આ ફિલ્મ બાદ ભાગ્યશ્રીએ પોતાના બાળપણના મિત્ર હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેઓએ 1992માં પોતાના પતિ હિમાલયની સાથે ત્રણ ફિલ્મો કેદ મેં હે બુલબુલ, કે સી બોકાડિયાની ત્યાગી અને મહેન્દ્ર શાહની પાયલમા કામ કર્યું. અવિના વાધવનની સાથે 1993ની ઘર આયા મેરા પરદેશીમાં પણ અભિનય કર્યો. આ તેમની 90ના દાયકાની છેલ્લી ફિલ્મ હતી અને ત્યારબાદ તેઓએ ફિલ્મોમાંથી બ્રેક લઇ લીધો અને ફિલ્મોમાંથી ગાયબ થઇ ગઇ. ઘણા સમય બાદ 2006માં તેઓને હમકો દિવાના કર ગયે ફિલ્મમાં સપોર્ટિંગ રોલ પ્લે કરતાં પણ નજરે પડી હતી.

Advertisement

હવે ભાગ્યશ્રીને બે બાળકો છે, એક પુત્ર અને એક દીકરી. ભાગ્યશ્રીના દિકરાનું નામ અભિમન્યુ દસાની અને દીકરીનું નામ અવંતિકા દસાની છે. અવંતિકા હવે મોટી થઇ ગઇ છે અને ખુબ જ સુંદર દેખાઇ છે.

અવંતિકા પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અવાર નવાર ફોટો શેર કરતી રહે છે. જેમાં તે ખુબ જ સુંદર નજર આવે છે. તેમના આ ફોટોઝ લોકોને ખુબ જ પસંદ આવે છે જેનાથી એ અંદાજ લગાવી શકાય છે કે ટૂંક સમયમાં જ અવંતિકા બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી શકે છે.

23 વર્ષની અવંતિકા હાલ લંડનમાં અભ્યાસ કરી રહી છે. ભાગ્યશ્રી અને સલમાન ખાન વચ્ચે સારી મિત્રતા છે. આથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સલમાન ખાન ભાગ્યશ્રીની સુંદર દીકરી અવંતિકાને બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી શકે છે.

સલમાન ખાન જે અભિનેત્રીને લોન્ચ કરે છે તેની કિસ્મત બદલાઇ જાય છે. જો તેઓ અવંતિકા બોલીવૂડમાં એન્ટ્રી કરે છે તો જોવાનું રહ્યું કે તે પોતાની માતાની જેમ જ ઇન્ડસ્ટ્રીઝમાં કમાલ દેખાડી શકે છે કે નહીં.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page