આ અભિનેત્રીને કારણે સલમાન ફિલ્મોમાં નથી આપતાં કિસિંગ સિન્સ… જાણો કોણ છે ?…

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સલમાન ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓને લોન્ચ કરી છે. સલમાને બોલીવૂડમાં એક્શનથી લઇને રોમાન્ટિક, કોમેડી સુધી દરેક પ્રકારની ફિલ્મો કરી છે અને આ ફિલ્મોને લોકોએ ખુબ જ પસંદ પણ કરી છે. પરંતુ સલમાને અત્યારસુધી પોતાની કોઇપણ ફિલ્મમાં કિસિંગ સીન નથી કર્યો. શું તમને જાણો છો કે સલમાન કોઇપણ ફિલ્મમાં કિસિંગ સીન કેમ કરતો નથી, આજે અમે તમને કારણ જણાવીશું.

Advertisement

સલમાન ખાનના કિસિંગ સીન ન આપવાનું કારણ બોલીવૂડની એક જાણીતી અભિનેત્રી છે અને એ અભિનેત્રીનું નામ છે ભાગ્યશ્રી.

Advertisement

સલમાન અને ભાગ્યશ્રીએ ફિલ્મ મેને પ્યાર કિયામાં એક સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મ બંનેનું લીડ રોલમાં ડેબ્યુ હતું. ફિલ્મ ખુબ જ સફળ રહી અને ત્યારબાદ બંનેની લોકપ્રિયતામાં પણ વધારો થયો.

પરંતુ ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રીનો એક લિપ-કિસવાળો સિન પણ હતો. જ્યારે સૂરજે સલમાન સાથે આ સીન અંગે વાત કરી તો સલમાન ખાન તુરંત ભાગ્યશ્રી સાથે કિસિંગ સીન આપવા માટે તૈયાર થઇ ગયા. પરંતુ ભાગ્યશ્રી કોઇ કિસિંગ સીન આપવા ઇચ્છતી ન હતી. ભાગ્યશ્રીના કિસિંગ સીન ન આપવાને કારણે ડિરેક્ટર સુરજ બડજાત્યા ખુબ જ પરેશાન થઇ ગયા. સૂરજે સલમાનને કહ્યું તને તો હું સમજાવી શકું છું પરંતુ ભાગ્યશ્રીને તો કિસિંગ સીન શૂટ કરવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે.

ત્યારબાદ સલમાન ખાનને સમજાયું કે કોઇપણ અભિનેત્રી માટે કિસિંગ સીન આપવું ખુબ જ મુશ્કેલ હોય છે. ત્યારબાદ સલમાને લિપ કિસને શૂટ કરવા માટે વચ્ચેનો રસ્તો કાઢ્યો જેની મદદથી સીન શૂટ થયો અને ભાગ્યશ્રીને કોઇ પરેશાન પણ થઇ નહીં.

પરંતુ આ ઘટના બાદ સલમાન ખાને નક્કી કરી લીધું કે તે કોઇપણ ફિલ્મમાં કિસિંગ સીન નહીં કરે. આમ કહી શકાય કે સલમાન ખાનના કિસિંગ સીન ન આપવાનું કારણ ભાગ્યશ્રી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page