દુનિયાનો એક એવો દેશ જ્યાં ભરાય છે દુલ્હનોનું બજાર, લોકો શાકભાજીની જેમ મનપસંદ દુલ્હનની કરે છે ખરીદી

અત્યાર સુધી તમે ફળોના બજાર, અનાજના બજાર અને શાકભાજીના માર્કેટ વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે તમને કહીએ એક એવી જગ્યા પણ છે. જ્યાં છોકરીઓનું બજાર ભરાય છે અને તે પણ એટલા માટે કે તે ત્યાં વેચાઈ શકે. તેથી તમે કદાચ માનશો નહીં. તમે વિશ્વાસ કરો કે નહીં. તે જુદી બાબત છે, પરંતુ તે સાચું છે કે આ ધરતી પર આ પ્રકારનો દેશ છે. જ્યાં છોકરીઓ માર્કેટમાં વેચાયા પછી જ લગ્ન કરે છે.

Advertisement

ભારતીય સંસ્કૃતિમાં કન્યાદાનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સાથે જ લગ્ન માટે છોકરીઓનું વેચાણ કરવું એ સમાજની ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય માનવામાં આવે છે, પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં છોકરીઓનાં લગ્ન જ બજાપમાં વેચાયા બાદ થાય છે. જણાવી દઈએકે, પહેલાં છોકરીઓને તેમના માતા-પિતા જ દુલ્હન મંડીમાં પહોંચાડે છે.

Advertisement

આ બજારમાં કન્યાના ઘણા ખરીદદારો છે, જેઓ તેના માટે બોલી લગાવે છે. ત્યારબાદ માતાપિતા તેમની પુત્રીના સંબંધોને સૌથી વધુ બોલી લગાવનાર સાથે સંબંધ કરાવે છે.

જે દેશમાં લગ્ન પહેલા છોકરીઓનું બજાર ભરાય છે. તે દેશનું નામ બલ્ગેરિયા છે. આ દેશમાં એક સ્થાન છે જેનું નામ ‘સ્તારા જાગોર’ છે. જ્યાં દર વર્ષે ચારવાર દુલ્હનોનું બજાર ભરાય છે. અહીં આવતા વરરાજા પોતાની પસંદથી દુલ્હનને ખરીદીને તેને પોતાની પત્ની બનાવી શકે છે. આ અનોખી પરંપરા બુલ્ગારિયાનાં રોમા સમુદાયમાં વર્ષોથી ચાલી રહી છે.

અહીં છોકરીઓને 14 વર્ષ સુધીમાં સ્કૂલમાંથી કાઢી લેવામાં આવે છે અને તે બાદ તેમને કોલેજમાં પણ મોકલવામાં આવતી નથી કારણકે દુલ્હનનોનાં બજારમાં ફક્ત બે યોગ્યતા હોવી જોઈએ. પહેલી યોગ્યતા એ છેકે, છોકરીને ઘરનું કામ આવડતું હોવું જોઈએ અને બીજી તે કે છોકરી કુંવારી હોવી જોઈએ. આ જ કારણે દુલ્હન બજારમાં સૌથી વધારે છોકરીઓ સગીર હોય છે.

જણાવી દઇએ કે બલ્ગારિયામાં રોમા સમુદાયના લોકોની સંખ્યા એટલી બધી નથી, પરંતુ તેમની ગરીબી અને રૂઢિચુસ્ત વિચારસરણી તેમને આગળ વધવા દેતી નથી. આ સમુદાયની છોકરીઓને પણ આ પરંપરા પ્રત્યે ખાસ વાંધો નથી, કારણ કે તે શરૂઆતથી જ માનસિક રીતે તૈયાર હોય છે.

બચકોવો મઠની નજીકના આ બજારમાં, સગીર છોકરીઓ માટેના સોદા 300-400 ડોલર સુધીમાં થાય છે. ન તો આ છોકરીઓને કોલેજનો ચહેરો જોવાની તક મળે છે, ન તો તે પરિવાર સિવાય બીજું કંઇ વિચારી શકે છે. નવવધૂઓ બજારમાં પહોંચવા માટે, તેઓ ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ કરે છે અને સુંદર દેખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અહીં હાજર છોકરાઓ તેની પસંદગી પ્રમાણે છોકરીની પસંદગી કરે છે અને તેમની વચ્ચે વાતચીત થાય છે. જે પછી, બજારમાં એક છોકરીને પસંદ કર્યા પછી, છોકરાએ તેને તેની પત્ની તરીકે સ્વીકારે છે અને માતા-પિતાએ આ લગ્ન માટે સંમત થવું પડે છે.

છોકરા અને છોકરી વચ્ચે કુટુંબ અને આવક અંગે ચર્ચા થાય છે, ત્યારબાદ પરિવાર લગ્નની રકમ નક્કી કરે છે અને સંબંધ બની જાય છે. નોંધનીય છે કે છોકરીઓ આ બજારમાં એકલી આવતી નથી, તેઓ હંમેશા તેમના પરિવારના કોઈ સભ્યની સાથે હોય છે.

‘કાલાઈદઝી સમુદાય’ દ્વારા દુલ્હન બજાર ભરાય છે અને કોઈ બહારનો વ્યક્તિ અહીં કન્યા ખરીદવા આવી શકતો નથી. છોકરીઓ વેચવાની આ પરંપરા આ સમુદાયોની ગરીબી અને અભાવથી જન્મી છે, જેને કોઈ દૂર કરી શક્યું નથી. જો કે, હવે આ સમુદાયની મહિલાઓ આવનારી પેઢી માટે વધુ ઢીલાશ ઇચ્છે છે.

પરંતુ શિક્ષણ વિના આ શક્ય નથી અને મહિલાઓ ભાગ્યે જ અહીં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવે છે. તો આવનારા સમયમાં તે કેવી રીતે બદલાશે? તે પોતાનામાં મોટો પ્રશ્ન છે? કોઈપણ રીતે, આજના આધુનિક યુગમાં જ્યારે માનવ સમાજ મંગળ અને ચંદ્ર પર જીવનની શક્યતાઓ શોધી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ પરંપરાઓ માનવ સમાજ અને તે વૈશ્વિક સામાજિક-રાજકીય સંગઠનો વિશે પ્રશ્નો ઉભા કરે છે.

જેઓ ગરીબી અને અમાનવીય કૃત્યો બંધ કરવાની વાત કરે છે, પરંતુ વાસ્તવિકતાની ધરતી પર, તેમના પ્રયત્નો ઉંટનાં મોઢામાં જીરું જેવી સાબિત થાય છે

Advertisement

Leave a Reply

You cannot copy content of this page