લગ્નનાં માત્ર 17 દિવસ બાદ પત્ની કરવા લાગી પ્રેમી સાથે રહેવાની જીદ, તો પતિએ કરી નાંખ્યુ કંઈક આવું

રાંચીઃ

Advertisement
લગ્નના થોડા દિવસો પછી, એક દુલ્હને તેના સાસરે રહેવાની ના પાડી. જ્યારે યુવતીને તેનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે તે કોઈ બીજા સાથે પ્રેમમાં છે અને તે લગ્નથી ખુશ નથી. નવી વહુની આ વાત સાંભળીને સાસરીનાં લોકો અને તેના પતિના હોશ ઉડી ગયા. તેણે તેને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. જે બાદ પતિએ એવું કંઇક કર્યું. જેનાંથી દરેકના હોશ ઉડી ગયા.

સમાચાર અનુસાર, રાંચીના હરમૂ રોડના નવા આનંદ નગરમાં રહેતી એક યુવતીનું પ્રેમસંબંધ ચાલતું હતું. જ્યારે પરિવારના સભ્યોને આ વાતની જાણ થતાં તેઓએ તેના લગ્ન અન્યત્ર નક્કી કરી દીધા હતા. 3 જુલાઇના રોજ પરિવારના સભ્યોએ ધામધૂમ સાથે લગ્ન કર્યા હતા.

Advertisement

યુવતીના પરિવારે તેની સંમતિ વિના આ સંબંધ નક્કી કર્યો હતો અને તે આ લગ્નથી ખુશ નહોતી. ઘરના સભ્યોને લાગ્યું કે લગ્ન કર્યા પછી તે પોતાની જીદ છોડી દેશે અને ખુશીથી પતિ સાથે રહેશે. પરંતુ સાસરે ગયા બાદ પણ યુવતી મોબાઇલ ફોન દ્વારા તેના પ્રેમી સાથે સતત સંપર્કમાં રહેતી હતી. તો, એક દિવસ સાસરીનાં લોકોને તેના પ્રેમસંબંધ વિશે ખબર પડી.

હકીકતમાં, લગ્નના થોડા દિવસો પછી, યુવતી તેના પિયર આવી અને તેના સાસરે જવાની ના પાડી. જ્યારે યુવતીને તેનો પતિ તેને લેવા માટે આવ્યો હતો તો ત્યારે તેણે તેનાં પ્રેમી સાથે રહેવાની વાત કરી હતી. પરંતુ પરિવારના દબાણ હેઠળ તેણી તેના સાસરે જવા માટે સંમત થઈ ગઈ હતી અને 19 જુલાઈએ તેણી સાસરિયાના ઘરે ગઈ હતી.

સાસરે ગયા બાદ યુવતીએ તેના પ્રેમી સાથે રહેવાની જીદ શરૂ કરી હતી. તેને સમજાવવા પ્રયત્ન કર્યો. પરંતુ તે માની ન હતી. લાખ સમજાવ્યા પછી પણ જ્યારે તેણે સાંભળ્યું નહીં. તો પતિએ આવું કંઇક કર્યું. જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. પતિએ તેને પ્રેમીના ઘરે મૂકવાનો નિર્ણય કર્યો. આ સાથે જ એક કરાર પણ કરવામાં આવ્યો હતો. જેના પર તેણીએ સહી કરી હતી અને બાદમાં તેને તેના પ્રેમીના ઘરે છોડી દીધી હતી.

યુવતી ખુશીથી તેના પ્રેમી સાથે રહેવા ગઈ અને પ્રેમીએ પણ તેને અપનાવી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે પ્રેમસંબંધ લગભગ દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો. તે બંને એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ યુવતીના પરિવારના સભ્યોએ ના પાડી દીધી અને દીકરીને દબાવીને અન્ય જગ્યાએ લગ્ન નક્કી કર્યા હતા.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page