હરિધામ સોખડામાં હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા, હરિભક્તોના આંખમાંથી આંસુઓ સરી પડ્યાં

વડોદરા: વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા સાથે વડોદરાને વિશ્વમાં ઓળખ અપાવનાર અને લાખો યુવાનોને સત્યનો માર્ગ ચિંધનાર સંત હરિપ્રસાદ સ્વામી અક્ષરનિવાસી થતાં હરિભક્તોએ વજ્રઘાત સમો આંચકો અનુભવ્યો છે. હોસ્પિટલ અને સોખડા મંદિરમાં ઉમટી પડેલા હરિભક્તોએ જણાવ્યું કે, સ્વામી ભલે દેહ સ્વરૂપે અમારી સાથે રહ્યા નથી. પરંતુ, અમારા આત્મામાં અમર રહેશે. સ્વામીએ ચિંધેલા માર્ગ ઉપર આગળ વધીશું. આજે અમે અમારા આત્માના માવતરને ગુમાવ્યા છે. તેમની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં.

Advertisement

હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ હેદને હોસ્પિટલેથી સોખડા સુધી લઇ જવાના હોવાથી હોસ્પિટલની બહારથી લઇને સોખડા મંદિર સુધી હરિ ભક્તો શિસ્ત બદ્ધ રીતે પુષ્પવૃષ્ટી કરવા માટે લાઇનોમાં ઉભા થઇ ગયા છે. મંદિરના મુખ્ય દરવાજા સુધી એક કિલોમીટર સુધી ગુલાબની પાંખડીઓનો માર્ગ હરીભક્તો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી ગોરવા સ્થિત જે હોસ્પિટલમાં હરી પ્રસાદજીએ અંતિમ શ્વાસ લીધા છે ત્યાંથી લઇને સોખડા મંદિર સુધી જ્યાં જુઓ ત્યાં હરિભક્તો નજરે પડતા હતા. તમામ જગ્યાએ હરિભક્તો એકદમ શિસ્તબદ્ધ રીતે સ્વામીજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા. સોખડામાં હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે.

Advertisement

હરિભક્ત ગૌરાંગભાઇએ જણાવ્યું હતું કે, સ્વામી અમારાથી ક્યારેય દૂર ન હતા અને આજે પણ દૂર ગયા નથી. તેઓ હંમેશા અમને કહેતા હતા કે, પ્રગટ સંત નથી. હું કાયમ અખંડ રહીશ. હરીભક્તોના આત્મામાં રહીશ. અમને જે કાયદા બતાવ્યા છે. તેમાં એકતાથી રહેવાનું, દાસના દાસ થઇને જીવવાના આપેલા સુવાક્યોને અમારા જીવનમાં ઉતારી લીધા છે. તે સુવાક્યોની સાથે અમારે હવે જિંદગી જીવવાની છે. આજે અમે અમારા આત્માના માવતર ગુમાવ્યા છે. તેમની ખોટ પૂરવી અશક્ય છે.

78 વર્ષના વૃદ્ધાએ 30 વર્ષ પૂર્વેની ઘટનાને યાદ કરતા જણાવ્યું કે, પુત્રના લગ્ન નક્કી કરાયા હતા. સગાઇ પણ થઇ ગઇ હતી. પુત્રવધુ માટે સોનાનો સેટ બનાવવાનો વિચાર કરતા હતા. ત્યારે રાત્રે 2 વાગે સ્વામી અમરીશ બનીને સોનાનો સેટ આપવા માટે આવ્યા હતા. સ્વામીના માથા ઉપર મોટો ચાંલ્લો હતો. સ્વીમીજીનું તે રાતનું સ્વરૂપ દિવ્યાત્માથી ઓછું ન હતું. આજે અમે અમારા માતા-પિતા કરતા પણ સવાયા એવા અમારા સ્વામીને ગુમાવ્યા છે. અમારા માટે સ્વામીજી ભગવાન હતા. હવે અમે આવા ભગવાન ક્યાં શોધીશું. સ્વામી દેહ સ્વરૂપે ભલે રહ્યા નથી. પરંતુ, તે અમારા દિલમાં કાયમ રહેશે.

યસ્મીન પટેલે જણાવ્યું કે, આ ભવમાં સ્વામીજીની ખોટ પુરવી અશક્ય છે. સ્વામીજીએ આપેલા કાયદાને સાથે રાખીને અમારે જિંદગી જીવવાની છે. સ્વામીજીએ જણાવ્યું હતુ કે, જે દિવસથી દાસના દાસ બનીને જીવતા શીખી જશો., તે દિવસથી જિંદગીનું તમામ સુખ તમારા ચરણોમાં હશે. સ્વામીએ એકતા ચિંધી છે તે રાહ ઉપર અમે કાયમ ચાલીશું. સ્વામી અક્ષરનિવાસી થતાં અમે અમારા જિંદગીના મોટા માર્ગદર્શક ગુમાવ્યા છે. અમારા માતા-પિતાએ અમોને જન્મ આપ્યો છે. અને સ્વામીએ અમોને જીવવાની રાહ ચિંધી છે. મારા જીવનમાં એમની ખોટ ક્યારેય પૂરી શકીશ નહીં.

અમરીશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, મોડી રાત્રે અમને સ્વામીજી અંતરધ્યાન થયા છે તેવા સમાચાર મળતા ભારે આઘાત લાગ્યો હતો. પરંતુ, અમે અમારી જાતને ભાગ્યશાળી માનીએ છે કે, અમને સ્વામી હરિપ્રસાદ જેવા સંત મળ્યા. તેઓએ તેમના 50 વર્ષના જીવનમાં યુવાનો, યુવતીઓ, વડીલો અને બહોળા અમરીશ સમાજને દાસના દાસ કેવી રીતે વર્તી શકાય તેવું આત્માનું જ્ઞાન પીરસ્યું છે. સ્વામીજી ભલે સ્વદેહે રહ્યા નથી. પરંતુ, અમારા આત્મામાં કાયમ રહેશે. અમારા ઉપર તેમના આશિર્વાદ કાયમ રહેશે. આ ભવમાં સ્વામીજીની ખોટ પૂરી શકાય તેમ નથી.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page