ગુજરાતમાં વર્ષ 1915માં નારણદાસે કરી હતી વાઘબકરી ચાની સ્થાપના, આજે છે રૂ.1,500 કરોડનું ટર્નઓવર

‘વાઘ બકરી ચા’ એક જાણીતી બ્રાન્ડ છે. દેશના કરોડો લોકો ‘વાઘ બકરી ચા’ પીવે છે. ‘વાઘ બકરી’ કંપનીની શરૂઆત વર્ષ 1934માં નારણદાસ દેસાઇએ કરી હતી. નારણદાસ દેસાઇએ દક્ષિણ આફ્રિકાથી ગુજરાતમાં આવીને આ વેપારની શરૂઆત કરી હતી. ખરેખર તે ચાનો વ્યવસાય કરવા દક્ષિણ આફ્રિકા ગયા હતા અને અહીં તેણે 500 એકરમાં ચા નો બગીચો ખરીદ્યો હતો. જો કે, બ્રિટીશ શાસન અને રંગ અને જાતિના ભેદભાવને કારણે, તેઓ ભારત પાછા ફર્યા હતા.

Advertisement

તેઓ મહાત્મા ગાંધીને પોતાના આદર્શ માનતા હતા અને જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમની પાસે થોડોક સામાન અને બાપુ દ્વારા લખેલ પત્ર હતો. જેનું પ્રમાણપત્ર હતું. આની મદદથી, તેઓ ગુજરાતમાં ચાનો વ્યવસાય સરળતાથી શરૂ કરી શક્યા. આ પત્ર ગાંધીજીએ 12 ફેબ્રુઆરી, 1915ના રોજ લખ્યો હતો. આ પત્રમાં ગાંધીજીએ દેસાઈની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું કે ‘હું દક્ષિણ આફ્રિકામાં નારણદાસ દેસાઈને જાણતો હતો. જ્યાં તે ઘણા વર્ષોથી સફળ ચાના બગીચાના માલિક હતા.

Advertisement

તેઓ ગાંધીજીના આ પત્રને બતાવીને જ પોતાનું સપનું પૂરું કરી શક્યા અને થોડા જ સમયમાં તેમણે ગુજરાતમાં ચાની પોતાની કંપની શરૂ કરી.

ખોલી ગુજરાત ટી ડેપો કંપની
પોતાના વતન રાજ્ય ગુજરાતમાં આવીને તેમણે ચાના ધંધાનો નવો પ્રારંભ કર્યો. વર્ષ 1915 માં ભારત પરત ફરનારા નારણદાસ દેસાઇએ ગુજરાત ટી ડેપો કંપનીની સ્થાપના કરી. તો, 1934માં, ગુજરાત ટી ડેપો કંપનીનું નામ બદલીને ‘વાઘ બકરી’ કરી દેવામાં આવ્યું. પછી ધીરે ધીરે આ બ્રાન્ડ આખા ભારતમાં પ્રખ્યાત થઈ.

કંપનીનો Logo પ્રખ્યાત થયો
નારણદાસની કંપની વાઘબકરી ચાનો Logo એકદમ અલગ હતો અને તે દરમિયાન તેમની કંપનીનો આ લોગો એકદમ પ્રખ્યાત થયો. ચાના પેકેટમાં બનાવેલા લોગોમાં વાઘ અને બકરી બનાવવામાં આવી હતી. તે બંને એક જ કપમાંથી ચા પી રહ્યા હતા. આ લોગો નારણદાસ જીએ ખૂબ વિચાર સાથે બનાવ્યો હતો.

આ લોગો એકતા અને સુમેળનું પ્રતીક છે. આ પ્રતીકમાં વાઘનો અર્થ ઉચ્ચ વર્ગ અને બકરી એટલે નીચલા વર્ગના લોકો બતાવવામાં આવ્યા છે. આ બંને સાથે મળીને ચા પી રહ્યા છે. જે સામાજિક એકતાનું પ્રતિક છે.

કંપની ભારતમાં 15 ચા લાઉન્જની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. તેના ઉત્પાદનો યુ.એસ., કેનેડા, મધ્ય પૂર્વ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, મલેશિયા અને સિંગાપોરમાં પણ વેચાય છે. માર્ચ 2021 સુધીમાં કંપની દ્વારા કરવામાં આવેલા કુલ વેચાણમાં નિકાસનો હિસ્સો 5% હતો.

આજે આ બ્રાંડનું રૂ.1,500 કરોડનું ટર્નઓવર છે અને 40 મિલિયન કિલો ચાના પાંદડાઓનું વિતરણ કરે છે. રાજસ્થાન, ગોવાથી લઈને કર્ણાટક સુધી, ભારતભરમાં વાઘબકરી ચાનું સેવન કરવામાં આવે છે. આ કંપનીમાં પાંચ હજાર લોકો કામ કરે છે અને તે આજે ભારતમાં એક જાણીતી બ્રાન્ડ બની ગઈ છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page