ટર્ન લેતાં એક્ટિવાને બાઇકચાલકે મારી ટક્કર, ત્રણેય યુવક 50 ફૂટ સુધી ઉલળીને રોડ પર પછડાયા

હૈદરાબાદઃ હૈદરાબાદના શમીરપેટ વિસ્તારમાં એક શૉકિંગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ત્રણ રસ્તા પર ટર્ન લઈને સામેના રોડ તરફ જતાં એક્ટિવાને બાઇકચાલક ટક્કર મારી દે છે. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ છે.

Advertisement

જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ત્રણ રસ્તા પર એક્ટિવાચાલક સામેના રોડ તરફ જવા ટર્ન લઈ રહ્યો છે. એટલામાં અચાનક ફુલસ્પીડમાં બાઇકચાલક આવે છે અને એક્ટિવાને ટક્કર મારી દે છે. આ સાથે જ ત્રણેય અંદાજે 50 ફૂટ સુધી ઉલળીને પછડાય છે.

Advertisement

મહત્ત્વનું છે કે, આ અકસ્માતમાં એક્ટિવામાં પાછળ બેઠેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને બંને ચાલક યુવક ઘાયલ થયાં છે. પોલીસે આ અકસ્માત અંગે એક્ટિવાચાલક અને બાઇકચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page