સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે તલપાપડ થઈ રહી છે આ 9 હિરોઈનો, ભાઈજાને બધીઓને ટરકાવી દીધી

મુંબઈઃ સલમાન ખાન 55 વર્ષનો થઈ ગયો છે, પરંતુ હજી સુધી તેના લગ્નનું કોઈ ઠેકાણું નથી. ભાઈજાનને બોલિવૂડનો સુપરસ્ટાર માનવામાં આવે છે. તેમની પાસે અપાર સંપત્તિ છે. તેઓ દેખાવમાં પણ સુંદર છે. પરંતુ હજુ સુધી તેઓએ લગ્ન કર્યા નથી. હવે એવું નથી કે સલમાનના જીવનમાં કોઈ છોકરી આવી નથી, પરંતુ એકથી વધુ સુંદર છોકરીઓએ સલમાન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જોકે ભાઈજાને બધાને નકારી દીધા હતા.

Advertisement

સંગીતા બિજલાની
બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની સલમાન સાથે પ્રેમમાં હતી. બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ પણ કર્યું. બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધું હતું. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. તારીખ 27 માર્ચ 1994 હતી, જોકે સલમાને છેલ્લી ઘડીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. કહેવાય છે કે તે પછી તે સોમી અલીને ડેટ કરી રહ્યો હતો.

Advertisement

ઐશ્વર્યા રાય બચ્ચન
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની લવ સ્ટોરી આજ સુધી લોકોની જીભ પર છે. બંને લાંબા સમયથી એકબીજા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતા. પણ પછી બંને વચ્ચે ઝઘડો થયો. લડાઈનું કારણ ઐશ્વર્યા પર સલમાનની શંકા અને ગુસ્સો હતો. આવી સ્થિતિમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. બાદમાં ઐશ્વર્યા બચ્ચન પરિવારની પુત્રવધૂ બની જ્યારે ભાઈજાન આજ સુધી કુંવારો છે.

કેટરિના કૈફ
સલમાનને પહેલી જ મુલાકાતમાં કેટરીના ગમી ગઈ હતી. બંનેએ લગ્ન કરવાનું મન પણ બનાવી લીધું હતું. પરંતુ ત્યારબાદ કેટરીના અને રણબીર કપૂરના અફેરના સમાચાર આવવા લાગ્યા. આવી સ્થિતિમાં સલમાને બ્રેકઅપ કરી લીધુ હતુ.

સોમી અલી
સંગીતા બિજલાની સાથે બ્રેકઅપ થતા જ સલમાનનું હ્રદય સોમી અલી પર અટકી ગયું હતું. સોમીને સલમાન સાથે લગ્ન કરવાની ખૂબ ઈચ્છા હતી. તે સલમાન પર લગ્ન માટે દબાણ પણ કરી રહી હતી, પરંતુ ભાઈજાનનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો. આવી સ્થિતિમાં તેણે સોમી સાથે સંબંધ તોડી નાખ્યો.

ઝરીન ખાન
કેટરિનાની હમશક્લ ઝરીન ખાન પર પણ સલમાનનું દિલ આવી ગયું. ભાઈજને ઝરીન માટે બાંદ્રામાં 3BHK એપાર્ટમેન્ટ પણ ખરીદ્યો હતો. બંનેએ સાથે ઘણો સમય પસાર કર્યો. ઝરીને સલમાનને લગ્નની ઓફર પણ કરી હતી, જોકે ભાઈજાનએ ના પાડી અને અલગ થઈ ગયા.

એલી અવરામ
બિગ બોસમાં આવતા સમયે અભિનેત્રી એલી અવરામ અને સલમાન વચ્ચે ઘણી ખાટી મીઠી વાતો થઈ હતી. બાદમાં બંનેના અફેર અંગે ચર્ચાઓ થઈ હતી. પરંતુ સત્ય શું હતું તે કોઈ જાણતું નથી.

ક્લાઉડિયા સિસ્લા
સલમાનનું નામ બિગ બોસ 3 ના સ્પર્ધક ક્લાઉડિયા સિસ્લા સાથે પણ જોડાયેલું હતું. જોકે, બાદમાં તેણે કહ્યું કે તેઓ માત્ર સારા મિત્રો છે.

ડેઝી શાહ
સલમાન ખાન અને ડેઝી શાહના પ્રેમપ્રકરણની અફવાઓ પણ વાયરલ થઈ હતી. કહેવાય છે કે સલમાને ડેઝીને ફિલ્મ ‘બોડીગાર્ડ’ની ઓફર કરી હતી, પરંતુ તેણે તેને ફગાવી દીધી હતી. પછી સલમાને તેને તેની ફિલ્મ ‘જય હો’માં કામ આપ્યું.

યૂલિયા વંતૂર
સલમાન 2010માં યુલિયા વંતુરને મળ્યો હતો. બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. એવા અહેવાલો હતા કે બંને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. ભાઈજાન સાથે લગ્ન કરવા માટે યુલિયા પોતાની કારકિર્દી છોડવા તૈયાર હતી. પરંતુ સલમાને તેની લગ્નની ઓફર પણ ઠુકરાવી દીધી.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page