ઓટોરિક્ષાનો ડ્રાઈવર વિદ્યાર્થીની સાથે કરી રહ્યો હતો છેડતી, યુવતીએ ચાલતી રિક્ષામાંથી માર્યો કૂદકો

ઔરંગાબાદ, મહારાષ્ટ્રઃ

Advertisement
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં શનિવારે સવારે એક છોકરી ચાલતી રિક્ષામાંથી કૂદી પડી હતી. જ્યારે તે રસ્તા પર પડી ત્યારે તેના ચહેરા, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આમ છતાં યુવતી ભાગવા લાગી. જે રિક્ષામાંથી યુવતી કૂદી હતી તેનો ડ્રાઇવર પણ યુવતીની પાછળ દોડવા લાગ્યો હતો. આ જોઈને લોકોએ રિક્ષાના ડ્રાઇવરને પકડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી ગયો હતો. તે બાદ યુવતીએ જે કહ્યું તે આઘાતજનક હતું.

છોકરીએ જણાવ્યું કે તેણે ઘરથી ટ્યૂશન જવા માટે રિક્ષા કરી હતી. રસ્તામાં રિક્ષાવાળાએ તેને હેરાન કરવાનું શરુ કરી દીધું. છોકરીએ રિક્ષા ઊભી રાખવા જણાવ્યું, પરંતુ રિક્ષાવાળાએ રિક્ષા ઊભી ન રાખી. તે બાદ છોકરીએ ચાલતી રિક્ષામાંથી કૂદકો મારી લીધો. લોકોનું કહેવું છે કે છોકરીના કૂદતા સમયે રિક્ષાની સ્પિડ ખૂબ જ વધારે હતી.

Advertisement

એમ્બ્યુલન્સ હેલ્પ રાઈડર્સ ગ્રુપના નિલેશ સેવેકરે જણાવ્યું કે તેમને ગંભીર હાલતમાં એક છોકરીના રસ્તા પર ઘાયલ થવાની જાણકારી મળી. તે બાદ અમારી ટીમે તેને હોસ્પિટલમાં દાખલ કરાવી. છોકરીના માતા-પિતાને પણ સૂચના આપી બોલાવી દેવામાં આવ્યા હતાં. જોકે ત્યાં સુધીમાં રિક્ષા ડ્રાઈવર ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો.

આ બાબતે ઓરંગાબાદના જિંસી પોલીસ સ્ટેશને કેસ દાખલ કર્યો છે. સમગ્ર ઘટના સ્થળ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. તેના ફૂટેજના આધારે પોલીસ આરોપી રિક્ષા ડ્રાઈવરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page