માતાએ ધ્રૂજતા હાથે રડતાં રડતાં દીકરા સિદ્ધાર્થ શુક્લાને મુખાગ્નિ આપ્યો, દરેકની આંખો ભીની થઈ, જુઓ ભાવુક કરી દેતી તસવીરો

મુંબઈઃ 40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે આ એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડૉક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું. સિદ્ધાર્થના અંતિમસંસ્કાર 3 સપ્ટેમ્બરના રોજ અઢીથી પોણાત્રણની આસપાસ ઓશિવારા સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કારની પૂજામાં શેહનાઝ ગિલ પણ બેઠી હતી. તેણે પણ અંતિમ પૂજા કરી હતી.

Advertisement

કૂપર હોસ્પિટલે એક વાગ્યાની આસપાસ સિદ્ધાર્થનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવદેહ કૂપર હોસ્પિટલથી જ ઓશિવારા સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો હતો. અહીં બ્રહ્માકુમારી સાથે જોડાયેલા 4 લોકોએ પોતાના રીત-રિવાજ પ્રમાણે અંતિમસંસ્કાર કર્યા હતા.

Advertisement

સિદ્ધાર્થ શુક્લાની માતા રીટા શુક્લાએ મુખાગ્નિ આપ્યો હતો. આ સમયે દરેકની આંખો રડી પડી હતી. ઉલ્લેખનીય છે કે આ જ સ્મશાનમાં ‘બાલિકાવધૂ’ ફૅમ પ્રત્યુષા બેનર્જીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

સિદ્ધાર્થ શુક્લાના અંતિમસંસ્કારમાં એક્ટ્રેસ દલજિત કૌર, સંભાવના સેઠ, એક્ટર કરન વી ગ્રોવર, રાહુલ મહાજન, અસિમ રિયાઝ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

ઓશિવારા સ્મશાન ઘાટમાં ચાહકોની ભીડ જમા થઈ ગઈ હતી અને આ જ કારણે પોલીસ-બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો હતો.

કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થ શુક્લાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુંબઈ પોલીસને આજે (3 સપ્ટેમ્બર)એ સવારે આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર 5 ડૉક્ટર્સની સિગ્નેચર છે. કૂપર હોસ્પિટલના 3 એક્સપર્ટ ડૉક્ટરે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કર્યું હતું અને તેમણે પોતાના ફાઇનલ રિપોર્ટમાં મોતનું કારણ જણાવ્યું નથી.

સૂત્રોના મતે, રિપોર્ટમાં સિદ્ધાર્થના શરીર પર કોઈપણ જાતની એક્સટર્નલ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નહોતાં. મુંબઈ પોલીસ ફોરેન્સિક રિપોર્ટ તથા કેમિકલ એનાલિસિસ પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચેશે. સૂત્રોના મતે, વિસેરા સેમ્પલ કલીના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આપશે. આ રિપાર્ટ આવતા 20-25 દિવસનો સમય થશે. એટલે કે હવે માત્ર વિસેરા રિપોર્ટ પરથી જ મોતનું સાચું કારણ જાણવા મળશે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page