ભાદરવી પૂનમના 15 દિવસ પહેલાં જ લાખો પદયાત્રીઓ અંબાજી પહોંચ્યા, સરકાર પરંપરાગત મેળો યોજવા છૂટછાટ આપે તેવી શક્યતા

ગાંધીનગરઃ

Advertisement
ગુજરાતમાં હાલ કોરોના સંક્રમણ કાબૂમાં છે અને તેની સામે રસીકરણ પણ પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર ભાદરવી પૂર્ણિમા તથા નવરાત્રિ જેવાં પ્રસંગોને લઇને કેટલીક છૂટછાટ જાહેર કરી શકે છે. એક જ મહિનામાં કુલ 200 સંઘ અંબાજી પહોંચ્યા છે. મેળા માટે સરકાર છૂટછાટ આપી શકે છે…લીમખેડાના સંઘે 300 કિલોમીટર કાપી 1111 ગજની ધજા ચઢાવી

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ અંબાજીમાં પરંપરાગત રીતે યોજાતો મેળો આ વર્ષે મોકૂફ રાખવાને બદલે નિયંત્રણો સાથે યોજાઈ શકે છે. માત્ર પરંપરાગત રીતે વર્ષોથી આવતાં પગપાળા સંઘોમાં અમુક સંખ્યામાં લોકોને જ ભાદરવી પૂર્ણિમાએ ધજા ચઢાવવા અને દર્શન કરવાની મંજૂરી મળી શકે છે. અહીં બેકાબૂ ભીડ ન થાય તે માટે વિવિધ સંઘના પચીસેક લોકોને જ અગાઉથી કરેલી નોંધણી પ્રમાણે છૂટ આપવાનો વિચાર કરાઈ રહ્યો છે.

રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગરબા અને નવરાત્રિની પરંપરા જળવાય તે હેતુથી કોમર્શિયલ ગરબા આયોજનને બદલે શેરી ગરબાની મંજૂરી આપવા અંગે સરકારનું વલણ નરમ છે. જો કે આ સ્થળોએ ગરબા અમુક કલાકો પૂરતાં જ યોજી શકાશે અને ગરબામાં આયોજકો તથા ભાગ લેનારાં સૌએ માસ્ક, ડિસ્ટન્સિંગ તેમજ અન્ય ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.

Advertisement
Advertisement

Leave a Reply

You cannot copy content of this page