બેફામ આવતી કાર નીચે બે વર્ષની માસૂમ કચડાઈ, દીકરીને વ્હીલ નીચે જોઈ માતાનું માતાનું હૃદય ધ્રુજી ગયું, કારચાલક ફરાર

સુરતઃ સચિનના કનકપુર-કનસાડ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીમાં એક કાર ચાલકે સોસાયટીના રોડ પર બેસેલી એક 2 વર્ષની માસુમ બાળકી પર કાર ચઢાવી દેતા પરિવાર દોડતું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ પોતાની નજર સામે માસુમ દીકરી કાર નીચે કચડાઈ જતા જોઈને માતાનું હૃદય ધ્રુજી ગયું હતું. જોકે આ દુર્ઘટનામાં બાળકીને પગ અને કમરમાં ઇજા થયા બાદ બચાવ થતા પરિવારને હાશકારો થયો હતો. પરંતુ બેજવાબદાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા દુઃખ વ્યક્ત કયું હતું. એટલું જ નહીં પણ 2500 જેટલી નાની રોકડ ન હોવાને કારણે પ્રાથમિક સારવાર કરાવી દીકરીને ઘરે લઈ આવવા મજબુર બન્યા હોવાનું શ્રમજીવી પરિવારે જણાવ્યું હતું.

Advertisement

વિજયભાઈ શુકલા (પીડિત માસુમ બાળકીના પિતા) એ જણાવ્યું હતું કે, તેઓ ગોકુલધામ સોસાયટીમાં રહે છે અને હેલ્પરી કરી એકની એક માસુમ દીકરી સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગત શુક્રવારે પત્નીની તબિયત સારી ન હોવાથી તેઓ દીકરી ને લઈ દવાખાને બતાવવા ગયા હતા. જયાંથી પરત ફર્યા બાદ ગોકુલધામ સોસાયટીના કંપાઉન્ડમાં દીકરી હાથમાંથી નીચે ઉતરી બાળ બહેનપણીઓને રમતા જોઈ રહી છે તે દરમિયાન એક કારના ચાલકે બેફામ કાર ચલાવી દીકરી પર કાર ચઢાવી કચડી નાખી હતી. આંખ સામે દીકરી ને કાર ના વ્હીલ નીચે જોઈ માતાના હોશ ઉડી ગયા હતા.

Advertisement

વધુમાં જણાવ્યું હતું કે, માતાની ચિચિયારી સાંભળી તમામ દોડી આવ્યા હતા. કાર નીચે ઘૂસી ને માસુમ બ્રિશાને બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતાં બીજી બાજુ કાર ચાલક ભાગી ગયો હતો. હોસ્પિટલ લઈ જવાયેલો માસૂમ બ્રિશાના ત્રણ એક્સ રે કઢાવ્યા બાદ તેને દાખલ કરવુ પડશે એમ કહી ડોક્ટરે 2500 રૂપિયા જમા કરાવવા કહી દીધું હતું. ખિસ્સામાં 50 રૂપિયા જ હોવાથી તેઓ દીકરીની પ્રાથમિક સારવાર કરાવી ઘરે આવી ગયા હતા.

તપાસ કરતા ખબર પડી હતી કે, કાર ચાલક સોસાયટીમાં એક યુવતીને છોડવા આવ્યો હતો. અમે એ પરિવારનો સંપર્ક કરતા તેમણે એક નંબર આપ્યો એ નંબર પર ડાયલ કરતા રોંગ નંબર હોવાનું કહી દેવાયું, ફરી અમે એ છોકરીનો સંપર્ક કરતા એણે કહી દીધું હું નથી ઓળખતી, આ બાબતે 100 નંબર પર જાણ કર્યા બાદ પણ કોઈ યોગ્ય સહકાર મળ્યો ન હતો. જેથી કંટાળી ને ભગવાન પર છોડી દીકરીની ઘરમાં સારવાર કરી રહ્યા છે.

આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. કેટલાક લોકો કહે છે કે, આજુબાજુના ગામ અને પાલી તથા ભરવાડ વાસ પાસે રહેતા અસામાજિક તત્વો દાદાગીરી કરી સોસાયટીમાં અવર નવાર આટા મારતા હોય છે. બ્લેક કાચ, વગર નંબર પ્લેટની ગાડી સોસાયટીમાં લાવી સોસાયટીના રજીસ્ટર બૂકમાં એન્ટ્રી પણ કરાવતા નથી. અને જો વોચમેન રોકે કે ટોકે તો પોલીસની ગાડી છે અમે પોલીસ સાથે કામ કરીએ છે તેવા દમ મારી ધમકાવતા રહે છે. આવું એક વાર નહિ અનેકવાર થઈ ચૂક્યું છે. આ સોસાયટીમાં તમામ સમાજના શ્રમજીવી લોકો રહે છે એટલે આવા લોકો ડરાવી ધમકાવી પોતાનો ધાક બનાવી રાખવા સોસાયટીમાં રાઉન્ડ મારવા આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page