147 રનમાં ઇંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ પડી, બુમરાહ અને જાડેજાની આક્રમક બોલિંગ, ઇંગ્લેન્ડે છેલ્લા 7 રન કરવામાં 4 વિકેટ ગુમાવી

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝની ચોથી મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહી છે. તેવામાં ચોથા દિવસે ઈન્ડિયન ટીમ 466 રનમાં ઓલઆઉટ થઈ જતા, ઇંગ્લેન્ડ સામે જીતવા માટે 368 રનનો ટાર્ગેટ છે. જેના જવાબમાં ઇંગ્લેન્ડે 6 વિકેટના નુકસાને 140+ રન કર્યા છે. અત્યારે ક્રિસ વોક્સ અને જો રૂટ બેટિંગ કરી રહ્યા છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો…..

Advertisement

બુમરાહે 100 વિકેટ પૂરી કરી
જસપ્રિત બુમરાહ ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. બુમરાહે આ રેકોર્ડ માત્ર 24 મેચમાં બનાવ્યો હતો. તેના પહેલા ઈન્ડિયા માટે સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ ફાસ્ટ બોલર કપિલ દેવ (25 ઈનિંગમાં)ના નામે નોંધાયો હતો. કપિલ પછી ઈરફાન પઠાણ (28), મોહમ્મદ શમી (29) અને જવાગલ શ્રીનાથ (30)ના નામ આવે છે.

બુમરાહે આ રેકોર્ડ ઓલી પોપ (2) ને આઉટ કરીને બનાવ્યો હતો. પોપની વિકેટ બાદ તેણે પોતાની બીજી ઓવરમાં જ જોની બેયરસ્ટો (0)ને ક્લીન બોલ્ડ કરીને ભારતને પાંચમી સફળતા અપાવી હતી.

Advertisement

48મી ઓવરમાં સિરાજે હમીદનો કેચ ડ્રોપ કર્યો
47.5 ઓવરમાં મોહમ્મદ સિરાજે હસીબ હમીદનો કેચ ડ્રોપ કર્યો હતો. હમીદે જાડેજાની ઓવરમાં સ્ટ્રેઇટ શોટ માર્યો હતો, જેનો કેચ મીડ ઓન પર ફિલ્ડીંગ કરી રહેલા સિરાજ પાસે ગયો હતો. પરંતુ સિરાજે 55 રન પર રમી રહેલા હમીદનો કેચ ડ્રોપ કર્યો હતો. તેવામાં હવે મેચના છેલ્લા દિવસે ઈન્ડિયન ટીમને આ કેચ કેટલો મોંઘો પડશે એ તો સમય જ બતાવશે.

જીતવાના અપ્રોચથી ઇંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરશે
ચોથા દિવસે 4 પૂંછડિયા બેટ્સમેને 112 રનની મહત્ત્વપૂર્ણ લીડ એડ કરીને ઇંગ્લેન્ડ સામે 368 રનની લીડનો પહાડ ખડકી દીધો હતો. ઈન્ડિયન ટીમ છેલ્લા સેશનમાં ઇંગ્લેન્ડની એકપણ વિકેટ લઈ શકી નહતી. જેના પરિણામે અંતિમ દિવસે ઇંગ્લિશ બેટ્સમેન આક્રમક બેટિંગ કરશે.

ઈન્ડિયન ટીમે પહેલા સેશનમાં વિકેટ્સ લેવી જ પડશે
કાલે ઇંગ્લેન્ડ ટીમના ઓપનર્સના અપ્રોચને જોતા આ મેચ ડ્રો થવાની આશા ઓછી છે. ઇંગ્લેન્ડે આજના દિવસમાં 3 સેશન દરમિયાન 291 રનની જરૂર છે. પાંચમા દિવસે વાદળછાયું વાતાવરણ પણ રહેશે, પરંતુ વરસાદ પડવાની સંભાવના નહિવત છે. જો ઈન્ડિયન ટીમ પહેલા સેશનમાં 2 અથવા 3 વિકેટ ઝડપી લેશે તો ઇંગ્લેન્ડની ટીમ ડ્રો માટે રમશે.

ઓવલમાં 1963મા થયો હતો સફળ રન ચેઝ
ઓવલના મેદાનમાં છેલ્લી વાર સફળ રન ચેઝ 1902માં થયો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે 263 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ઇંગ્લેન્ડે 9 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. ત્યારપછી 1963માં વેસ્ટઇન્ડિઝે ઇંગ્લેન્ડ સામે 253 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને યજમાન ટીમે માત્ર 2 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો.

પિચ રિપોર્ટઓવલની પિચ સામન્યરૂપે બેટિંગ માટે અનુકૂળ હોય છે. એવામાં ફાસ્ટ બોલર્સ માટે પણ આ પિચમાં છેલ્લા દિવસ સુધી થોડી ઘણી સ્વિંગ અને પેસ જોવા મળશે, જ્યારે સ્પિનર્સ ત્રીજા દિવસથી આ મેચમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page