પૂર્વ પતિએ કહ્યું કે જો તે મારા મિત્ર સાથે હલાલા નહીં કરે, તેની સાથે બીજી વાર નિકાહ નહીં કરે તો….

મોદી સરકારે ત્રિપલ તલાક પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં દિલ્હીના જામિયા નગરમાં હલાલાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જી હાં, જામિયા નગર પોલીસે 30 ઓગસ્ટના રોજ આ કેસમાં FIR નોંધીને તપાસ શરૂ કરી હતી અને આ કેસમાં એક મહિલા જેણે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી ચૂકેલી એક મહિલા સાથે તેના ભૂતપૂર્વ પતિએ તેના મિત્ર સાથે હલાલા કરવાનો પ્રયાસ, દુષ્કર્મની કોશિશ અને મારપીટનો આરોપ લગાવ્યો છે. જામિયા નગરમાં રહેતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે છેડતી, ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Advertisement

નવ વર્ષ પહેલા, ત્રિપલ તલાક આપ્યા બાદ પત્નીને છોડી દેનાર પતિ તેના મિત્ર સાથે હલાલા કરાવવા માટે જામિયા નગરમાં મહિલાના ઘરે પહોંચ્યો હતો. આરોપીએ મહિલાને કહ્યું કે જો તે તેના મિત્ર સાથે હલાલા કર્યા બાદ તેની સાથે ફરીથી લગ્ન નહીં કરે તો તે તેને મારી નાખશે. પીડિતાની ફરિયાદ પર, જામિયા નગર પોલીસ સ્ટેશને FIR નોંધાવી છે. પીડિતાના જણાવ્યા અનુસાર, આરોપી પૂર્વ પતિ રિયાઝુદ્દીન ખાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) ના ઉત્તરપ્રદેશ સચિવ છે.

Advertisement

રિયાઝુદ્દીને મીડિયાને જણાવ્યું કે તેણે એક સપ્તાહ પહેલા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. રિયાઝુદ્દીને કહ્યું કે તેની પૂર્વ પત્ની તેના પર પૈસા પડાવવા માટે ખોટા આરોપો લગાવી રહી છે. તે છ મહિનાથી દિલ્હી ગયો નથી. પરંતુ તે તેની રાજકીય કારકિર્દી બગાડવા અને તેને બ્લેકમેલ કરવા માટે તેની સામે ખોટા આક્ષેપો કરી રહી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે રિયાઝુદ્દીને ખુદને તલાકશુદા ગણાવી જાન્યુઆરી 2012માં તેની સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ખબર પડી કે તેણે તલાક આપ્યા નથી. તે તેની પહેલી પત્ની સાથે મળીને તેને હેરાન કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન પીડિતાએ પુત્રને જન્મ આપ્યો. 2012ના અંતે આરોપીએ પીડિતાને ત્રણ તલાક આપ્યા હતા. પીડિતાએ જણાવ્યું કે 19 ઓગસ્ટની રાત્રે તે તેના એક મિત્ર સાથે તેના ઘરે પહોંચ્યો, અને કહ્યું કે નવ વર્ષ પહેલા તેણે ત્રિપલ તલાક આપીને ભૂલ કરી હતી. હવે તે ફરીથી તેની સાથે લગ્ન કરવા માંગે છે.

એટલું જ નહીં, તેણે કહ્યું કે પીડિતા તેના મિત્ર સાથે હલાલા કરવા જોઈએ અને તેની સાથે ફરીથી લગ્ન કરવા જોઈએ. પ્રતિકાર કરવા પર આરોપીએ તેના કપડા ફાડી નાખ્યા અને બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો અને તેને માર માર્યો. અવાજ સાંભળીને પડોશીઓ ભેગા થવા લાગ્યા તો બંને ભાગી ગયા. ઉલ્લેખનીય છે કે, પીડિતાએ બહુપત્નીત્વ અને નિકાહ હલાલાને ગેરકાયદેસર જાહેર કરવા માટે 26 માર્ચ 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી, જેની હજુ સુનાવણી ચાલી રહી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page