3 દરવાજાવાળી આ SUV સોમવારે થશે લોન્ચ, પાણી ભરેલાં રસ્તાઓ પર પણ દોડશે, જાણો ખાસિયતો

Force Motors આગામી સોમવારે તેની ઓફ-રોડ એસયુવી Gurkha લોન્ચ કરવા જઈ રહી છે. આ વાહનની વિશેષતા એ છે કે તેમાં માત્ર 3 દરવાજા હશે અને આ વાહન કમર સુધી ભરેલા પાણીની વચ્ચે પણ રસ્તાઓ પર સરળતાથી ચાલી શકશે. જાણો તેની વધુ સુવિધાઓ અને સંભવિત કિંમત શું છે…

Advertisement

વાહનોમાં સામાન્ય રીતે 4 દરવાજા અથવા પાછળના પ્રવેશ સાથે 5 દરવાજા હોય છે. પરંતુ Force Gurkhaના નવા મોડલ અંગે જે માહિતી સામે આવી છે તે મુજબ તેને માત્ર 3 દરવાજા છે. એટલે કે આગળ ડ્રાઈવર અને કો-ડ્રાઈવર માટે એન્ટ્રી હશે. જ્યારે આ ઓફ-રોડ એસયુવીમાં પાછળની સીટનાં બંને સવારો માટે પાછળથી પ્રવેશ હશે. Force Gurkhaમાં 5-ડોર વેરિએન્ટ પણ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

Advertisement

આ SUV માં માત્ર ડ્રાઈવર અને કો-ડ્રાઈવર માટે કેપ્ટન સીટ આપવામાં આવી નથી. તેના બદલે, પાછળના ભાગમાં બંને રાઇડર્સ માટે કેપ્ટન સીટ છે, જ્યારે અન્ય એસયુવીમાં સામાન્ય રીતે બેન્ચ સીટ પાછળના ભાગમાં આપવામાં આવે છે. તેથી, આ ઓફરોડ એસયુવીમાં માત્ર 4 લોકો જ મુસાફરી કરી શકે છે.

Force Gurkhaને એડવેન્ચર ટૂરિઝમ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં 5 ફોરવર્ડ ગિયર અને 1 રિવર્સ ગિયર છે. તો, તેના આગળ અને પાછળના એક્સેલ્સ મેન્યુઅલી ડિફ લૉક પણ થઈ શકે છે. આ SUVમાં જાનદાર સસ્પેંશનની સાથે ફ્રંટ અને રિયર એનટી રોલ બાર અને ફ્રંટ પર શોક એબ્ઝોર્વર છે. તો, તે 4x4x4 વાહન છે જે તેને તમામ પ્રકારની સપાટીઓ અને વાતાવરણમાં વાહન ચલાવવા માટે યોગ્ય બનાવે છે. તેમાં 500 લિટર સામાનની જગ્યા પણ છે.

Force Gurkhaમાં ઇન્ટેક સ્નોર્કલ છે. આ એક્સેસરીઝ ભારે પાણી ભરાયું હોવા છતાં પણ વાહનના એન્જિનને પૂરતી હવા પહોચાડવા માટે ઉપયોગી છે. આવી સ્થિતિમાં ફોર્સ ગુરખા કમર સુધીનાં પાણીવાળા રસ્તા પર ચાલવા સક્ષમ છે. બીજી બાજુ, જો તમારી કાર એડવેન્ચર ટૂર દરમિયાન પાણીવાળા સ્થળ પરથી પસાર થાય તો પણ તમારે તેના બંધ થવાની ચિંતા કરવાની જરૂર નથી.

હવે જો તમે આ ઓફ-રોડ એસયુવી સાથે એડવેંચર ટુર પર જાઓ છો, તો તેની સાથે મનોરંજનની પણ જરૂર રહેશે. તો Force Gurkhaમાં 7 ઇંચની ઇન્ફોટેઇનમેન્ટ સ્ક્રીન આપવામાં આવી છે. બ્લૂટૂથ, યુએસબી, એફએમ ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેની કનેક્ટિવિટી છે. એટલું જ નહીં, સંગીત સાંભળવા માટે તેમાં 4 મજબૂત સ્પીકર પણ આપવામાં આવ્યા છે.

Force Gurkhaમાં, કંપની ડ્રાઈવર અને સહ-ડ્રાઈવર સીટ પર એરબેગ સેફ્ટી આપે છે. રિયર પાર્કિંગ સેન્સર, વન ટચ લેન ચેન્જ ઇન્ડિકેટર, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લૉક, ટાયર પ્રેશર મોનિટરિંગ, ફ્રન્ટ ફોગ લેમ્પ્સ જેવા સેફ્ટી ફીચર્સ પણ છે. આ સિવાય લાંબા અંતર સુધી જવા માટે તેમાં 63 લિટરની મોટી ફ્યુઅલ ટેંક છે.

Force Gurkhaમાં કંપનીએ 2596ccનું એન્જિન આપ્યું છે. આ 4-સિલિન્ડરવાળું FM 2.6 CR CD એન્જિન છે જે BS-VIમાનાંકોને અનુરૂપ છે. તે મહત્તમ 91hp નો પાવર અને 250Nm નો ટોર્ક જનરેટ કરે છે. તો, તેમાં પાવર સ્ટીયરિંગ અને વેક્યુમ આસિસ્ટેડ હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમ મળે છે જે આગળની બાજુએ ડિસ્ક અને પાછળની બાજુએ ડ્રમ ગિયર સાથે આવે છે.

કંપની 27 સપ્ટેમ્બર 2021 એટલે કે સોમવારે Force Gurkhaલોન્ચ કરશે. તેની સંભવિત પ્રારંભિક કિંમત આશરે 10 લાખ રૂપિયા હોઈ શકે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page