અમદાવાદના સેટેલાઈટમાં નિવૃત્ત પ્રોફેસર યોગેન્દ્ર વ્યાસે અને તેમના પત્નીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અમદાવાદઃ

Advertisement
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા પ્રોફેસર અને તેમના પત્નીએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી છે. પતિને કિડનીની બીમારી હતી. જ્યારે પત્નીને કેન્સરની બીમારી હતી. બન્નેએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસને એક સુસાઈડ નોટ મળી છે. જેમાં ઉઉલ્લેખ કરાયો છે કે, તેઓ યોગ અને પ્રાણાયામ કરતા પણ બીમારીમાં કોઈ રાહત ન મળતા તેમણે આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે.

બંગલાના એક જ રૂમમાં આપઘાત કર્યો
સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સરસ્વતી હાઉસિંગ સોસાયટીમાં મોડી રાત્રે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગેન્દ્ર વ્યાસે તેમની પત્ની સાથે આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પત્ની અંજના વ્યાસ અને પતિએ બંગલાના એક જ રૂમમાં એક સાથે આત્મહત્યા કરતાં પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. આ ઘટનાની જાણ પોલીસ થતાં સેટેલાઇટ પોલીસસ્થળ પર તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી.

પોલીસને સુસાઈડ નોટ મળી
પોલીસની પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુસાઇડ નોટમાં લખ્યું હતું કે તે બંને જણા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાઇ રહ્યા છે અને અમે બંને જણાંએ તંદુરસ્ત થવા માટે ખૂબ યોગ , પ્રાણાયામ કર્યા પરંતુ કોઈ પરિણામ ના મળતા આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો છે. પોલીસે પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, અંજનાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. જ્યારે યોગેન્દ્ર વ્યાસનું થોડાક સમય પહેલા કિડનીનું ઓપરેશન કરાવ્યું હતું. યોગેન્દ્ર વ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તે નિવૃત્ત પ્રોફેસર તરીકે જીવન જીવતાં હતાં. જ્યારે અંજનાબેન હાઉસ વાઈફ હતા.

Advertisement

પોલીસે અકસ્માતે મોત નોઁધીને તપાસ શરૂ કરી
ચોંકાવનારી વાત તો એ છે કે મૃતક સિનિયર સિટીઝન દંપતીનો પુત્ર ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર છે અને અમદાવાદમાં ક્લિનિક પણ ચલાવી રહ્યાં છે. હાલ તો પોલીસે અકસ્માતે મોત નોંધીને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. ત્યારે એ વાત પણ સમજવી જોઈએ કે આત્મહત્યા એ કોઈ પણ મુશ્કેલીનો અંત નથી.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page