મહિલા શિક્ષકને વિદ્યાર્થી સાથે થયો પ્રેમ, બનાવ્યા સંબંધો, મહિલા શિક્ષકને બીજા પર દિલ આવી જતા આવ્યો કરુણ અંજામ

છત્તીસગઢના બિલાસપુરમાં શિક્ષક અને વિદ્યાર્થીના પવિત્ર સંબંધનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલા શિક્ષકે પહેલા તેના 16 વર્ષના વિદ્યાર્થીને પ્રેમ સંબંધમાં ફસાવ્યો અને પછી તેની સાથે કેટલાક દિવસો સુધી શારીરિક સંબંધો બાંધ્યા, પરંતુ જ્યારે વિદ્યાર્થીને શિક્ષીકાની વાસ્તવિકતા વિશે ખબર પડી ત્યારે તેણે દુઃખી થઈ આત્મહત્યા કરી. તેણે મૃત્યુ પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. આ સુસાઈડ નોટ કોડ વર્ડમાં લખાઈ હતી, જેને પોલીસને ડીકોડ કરવામાં 5 દિવસ લાગ્યા હતા.

Advertisement

આ સમગ્ર મામલો બિલાસપુરના તોરવા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં આરાધના એક્કા નામની મહિલા લોયલાની ખાનગી શાળામાં કેમેસ્ટ્રી ટીચર તરીકે કામ કરે છે. આ મહિલા શિક્ષિકાએ તેના 16 વર્ષના વિદ્યાર્થીને ખોટા પ્રેમની જાળમાં ફસાવી દીધો. પહેલા તેણે વિદ્યાર્થીને અશ્લીલ વીડિયો અને ફોટા મોકલવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા લાગી, પરંતું વિદ્યાર્થીને તેના શિક્ષક સાથે એકતરફી સાચો પ્રેમ હતો.

Advertisement

આ દરમિયાન શિક્ષકે પોતાના સ્ટાફની અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. જ્યારે 16 વર્ષના વિદ્યાર્થીને આ વિશે ખબર પડી ત્યારે તે દુઃખી થઈ ગયો. તેણે મહિલા શિક્ષકને ઘણી વખત ફોન કર્યો અને વાત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે શિક્ષકે તેને અવગણવાનું ચાલુ રાખ્યું અને કોઈ જવાબ ન આપ્યો ત્યારે વિદ્યાર્થીએ દુઃખી થઈને આત્મહત્યા કરી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક વિદ્યાર્થી ટેક્નોલોજીનો સારો જાણકાર હતો. તેણે પોતાના શિક્ષકનો મોબાઈલ, વોટ્સએપ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યા હતા. આમાંથી તે ટીચરની તમામ માહિતી મેળવતો હતો. વિદ્યાર્થીને એ પણ ખબર હતી કે તે કોને ક્યારે મળતી હતી અને ક્યાં જતી હતી. સ્યુસાઇડ નોટ પરથી જાણવા મળ્યું કે ટીચર જ્યારે પણ ઇચ્છે ત્યારે વિદ્યાર્થીનો નંબર બ્લોક કરી દેતી. પછી જ્યારે તેને તેની શારીરિક ભૂખ સંતોષવી હોય ત્યારે તે વિદ્યાર્થીને ફરીથી ફોન કરતી.

આ રીતે વિદ્યાર્થી સમજી ગયો કે શિક્ષકને તેના પ્રત્યે સાચો પ્રેમ નથી. તે તેનો ઉપયોગ તેની હવસની ભૂખ સંતોષવા માટે કરે છે. પછી જ્યારે શિક્ષકે બીજા કોઈ સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો ત્યારે તે વધુ દુઃખી થઈ ગયો. ટીચર 18 માર્ચે છેલ્લી વખત આ વિદ્યાર્થીને મળવા ગઈ હતી. તેના અડધા કલાક પછી વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. આ સુસાઈડ નોટના આધારે પોલીસે મહિલા શિક્ષકની ધરપકડ કરી હતી. હાલમાં તે આ બાબતની વધુ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page