સુરતના કડોદરામાં ટપોરીએ યુવતીની માતાને તલવાર બતાવી, દીકરીની છેડતી કરી એસિડ ફેંકવાની ધમકી આપી

સુરત:

Advertisement
સુરતના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પરપ્રાંતિય પરિવારની યુવતીને તેમના જ ફળિયામાં રહેતા યુવાન દ્વારા અપશબ્દ બોલી છેડતી કરી હતી. એસિડ એટેકની ધમકી આપવાની ઘટનાને લઈ પરિવારે કડોદરાથી હિજરત કરવાની સ્થિતિનું નિર્માણ થયું હોવાની ઘટનાને લઈ ભારે હોબાળો મચી ગયો છે. ટપોરીએ યુવતીની માતાને તલવાર પણ બતાવી હતી. જે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.

માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરાના પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને તેમના બાજુમાં આવેલ બાલાજી નગર સોસાયટીમાં રહેતા રાહુલસિંગ નામનો યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપી છેડતી કરી રહ્યો છે. આ માથાભારે યુવાન અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલો હતો.

Advertisement

આ યુવતીની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી જણાવ્યુ હતું કે, અવારનવાર મારી દીકરીની છેડતી કરે છે, અને તેના પર એસિડ ફેંકવાની ધમકી આપે છે અને યુવતી આ ટપોરીની વાત નહીં માને તો એસિડ ફેંકવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે.

ગત રોજ તલવાર લઈ ફળિયામાં ખુલ્લેઆમ રાહુલે હોબાળો મચાવ્યો હતો. જો કે, આ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાનના ત્રાસથી પરપ્રાંતીય પરિવારે કડોદરા છોડવાની તૈયારી દર્શાવી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page