5-5 વાર UPSCમાં થઈ ફેઈલ, અંતે છઠ્ઠા પ્રયાસમાં આવી રીતે મેળવી સફળતા, સંઘર્ષ જાણી કરશો સલામ

જો કોઈ વ્યક્તિ કંઈક કરવા માટે મક્કમ હોય, તો તેના માટે કશું જ અશક્ય નથી. વ્યક્તિની મહેનત અને સમર્પણ ચોક્કસપણે તેને એક દિવસે સફળતાના શિખરે લઈ જાય છે. આજે અમે તમને દિલ્હીની નૂપુર ગોયલની સફળતાની કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે નૂપુર ગોયલે UPSC સિવિલ સર્વિસ 2019ની પરીક્ષામાં 11 મો રેન્ક મેળવ્યો હતો. તેને વારંવાર નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. તે સતત 5 વખત નિષ્ફળ ગઈ હતી, પરંતુ તેમ છતાં, તેણે હિંમત હારી નહીં. તેણે છેલ્લા પ્રયાસમાં એટલે કે છઠ્ઠા પ્રયાસમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું.

Advertisement

ઘણી વખત નિષ્ફળતા મળ્યા પછી, બેસ્ટમાં બેસ્ટ વ્યક્તિ તૂટી જાય છે, પરંતુ IAS બનવાની તેની મજબૂત હિંમત અને જુસ્સો તેને સફળતાના શિખરે લઈ ગયો. તો ચાલો જાણીએ કે નૂપુર ગોયલે વિવિધ સંજોગોનો સામનો કરીને સફળતા પ્રાપ્ત કરી હતી.

Advertisement

નૂપુર ગોયલ દિલ્હીની છે: નુપુર ગોયલ તેના માતા -પિતા અને નાના ભાઈ સાથે દિલ્હીના નરેલામાં રહે છે. તેના પિતા ઉદ્યોગપતિ છે અને માતા ગૃહિણી છે. નૂપુર ગોયલે પોતાનું સ્કૂલનું શિક્ષણ નરેલામાંથી જ કર્યું હતું. બાદમાં તેમણે ડીટીયુ દિલ્હીથી બી.ટેકની ડિગ્રી મેળવી.

નુપુર ગોયલે જાહેર વહીવટમાં એમએની ડિગ્રી મેળવી છે. દિલ્હીની નૂપુર ગોયલની યુપીએસસી જર્ની ખૂબ જ ખાસ રહી છે, તેણે જે રીતે પોતાની હિંમત અને ધીરજ બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેણે હાર માની ન હતી.

આવો રહ્યો હતો નૂપુરની નિષ્ફળતાનો સમય: નુપુરને પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. નુપુર ગોયલને ઘણી વખત નિષ્ફળ થવું પડ્યું. સફળતાની ખૂબ નજીક પહોંચ્યા પછી પણ તે સફળતા મેળવી શકી ન હતી. તે પ્રથમ પ્રયાસમાં ઇન્ટરવ્યૂ પર પહોંચી અને બીજામાં પણ પ્રી પાસ કરી શકી ન હતી. જ્યારે તેણીએ ત્રીજો પ્રયાસ કર્યો, પછી તે ઇન્ટરવ્યૂ પર પહોંચી અને ચોથામાં તે ફરીથી પ્રી પાસ કરી શકી નહીં. જ્યારે તેણે પોતાનો પાંચમો પ્રયાસ કર્યો, ત્યારે તેણે એક ઇન્ટરવ્યૂ આપ્યો પરંતુ તેનું નામ અંતિમ યાદીમાં આવ્યું ન હતુ.

નૂપુરનું એવું કહેવાનું છે કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં ક્યારેય પણ પોતાની હિંમત હારવી જોઈએ નહી. તેમનું કહેવાનું છેકે, પહેલાં તો આ પરીક્ષાની તૈયારી શરૂ કર્તા પહેલાં તમારે એવું વિચારીને આ ક્ષેત્રમાં ન આવવું જોઈએકે, પહેલીવારમાં જ તમને સફળતા હાથ લાગી જશે કારણકે દર વખતે આવું થતુ નથી. ઘણીવાર સમય લાગી જાય છે. નૂપુર જૈને વારંવાર અસફળ થયા બાદ પોતાની અંદરની ખામીઓને સ્વીકાર કરીને તેને સુધારી હતી.

છઠ્ઠા પ્રયાસમાં 11 મા ક્રમેથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું: જેટલી વખત નુપુર ગોયલે પોતાનું લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયત્ન કર્યો, એટલીવારમાં સારામાં સારા લોકો પણ હાર માની લે છે, પરંતુ તેણે હાર માની ન હતી. તેણીએ સતત તેના સપનાને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો. વર્ષ 2018માં જ્યારે તેને પાંચમા પ્રયાસમાં સફળતા ન મળી ત્યારે તેણે ફરી એક વખત પ્રયત્ન કર્યો. તેની મહેનત, સમર્પણ અને નિશ્ચયથી તેને છઠ્ઠા પ્રયાસમાં 11મો ક્રમ મળ્યો હતો. આ રીતે નુપુર જૈને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page