5 વર્ષ પહેલા કર્યા હતા લવ-મેરેજ, લફરાબાજ પત્નીથી કંટાળી યુવકે ઉતારી દીધી મોતને ઘાટ, ધ્રુજાવી દેતો બનાવ

રાજકોટઃ રાજકોટની ભાગોળે અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં રહેતા યુવકે તેની પત્નીનો ઘાતકી હત્યા કરી લાશને અવાવરું સ્થળે રાખી તેની હત્યા કરી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી કહ્યું- ‘મારીપત્નીના ચરિત્રથી કંટાળી મેં તેની હત્યા કરી, ક્યાં હાજર થાઉં’. આ ઘટનાને પગલે જે જગ્યાએ થી ફોન થયો હતો ત્યાં તુરંત યુનિવર્સીટી પોલીસ પહોંચી હતી અને યુવકે અવાવરું સ્થળેથી પત્નીની લાશ પોલીસને સોંપી હતી. પોલીસ તપાસમાં આરોપી પતિએ પત્નીના ચરિત્રથી કંટાળીને તેને પતાવી દીધાની સનસનીખેજ કબૂલાત આપી હતી.

Advertisement

મારી પત્ની ચારિત્રહીન છેઃ પ્રાપ્ત વિગતો અનુસાર મનહરપુરમાં રહેતા શૈલેષ ભુપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવકે શુક્રવારે મધરાત્રિના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને કહ્યું હતું કે, ‘મારી પત્ની ચારિત્રહીન છે તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં’ શૈલેષની વાત સાંભળીને એક તબક્કે તો કંટ્રોલ રૂમના સ્ટાફને લાગ્યું હતું કે, દારૂના નશામાં કોઈ શખ્સ ખોટો ફોન કરીને ગેરમાર્ગે દોરો રહ્યો છે. પોલીસે ખરાઈ કરવા માટે સરનામું પૂછ્યાં શૈલેષએ ઘંટેશ્વર એસસારપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું કહ્યું હતું. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પોએસાઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ પ્રવીણ પોલીસને સામે ચાલ્યો હતો​​​​​ અને એસઆરપી કેમ્પ પાછળ અવાવરું સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહા (ઉ.વ.22)નો લાશ પોલીસને બતાવી હતી.

Advertisement

ઘંટેશ્વરની નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતાઃ શૈલેષ પંચાસરાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે,પોતે ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ પહેલાં નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી છે. નેહાને અનેક યુવક સાથે લફરાં હોય આ બાબતે અગાઉ ઘણી વખત માથાકૂટ થઇ હતી. પરંતુ તેના આડાસંબંધો નહીં અટકતાં અંતે તેને પતાવી દીધી હતી. શૈલેષએ એવી પણ કબૂલાત આપી હતી કે, રાત્રિના મનહરપુરના તેના ઘરે પત્ની નેહાને પેટમાં છરીના ત્રણ ઘા ઝીંક્યા બાદ વાહનમાં તેને બેસાડી એસઆરપી કેમ્પની પાછળ લઇ આવ્યો હતો અને ત્યાં ગળાડૂંપો દઈ પતાવી દીધી હતી. હાલ શૈલેષની ધરપકડ થતાં બે વર્ષની બાળકી નોધારી બની ગઇ હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલે ખસેડી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page