ગુજરાતનો વધુ એક જવાન જમ્મૂ કાશ્મીરમાં શહીદ થયો, નાનકડા એવા ગામમાં છવાયો શોક

નડિયાદઃ

Advertisement
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના આર્મીમાં ફરજમાં બજાવતા જવાને જમ્મૂ કાશ્મીરમાં શહાદત વહોરી લેતા નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે. શહીદ થનાર જવાન પાંચ વર્ષ પહેલા જ આર્મીમાં જોડાયો હોવાનું જાણવા મળ્યું છે.

કપડવંજ તાલુકાના નાના એવા વણઝારિયા ગામના રહેવાસી 25 વર્ષીય હરિશસિંહ રાધેસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. હરિશસિંહ જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા. અહીંના મછાલ સેકટરમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં હરિશસિંહ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

મા ભોમની રક્ષા કાજે જુવાન દીકરાએ શહાદત વહોરી હોવાની પરિવાર અને ગ્રામજનોને જાણ થતા શોકનો માહોલ છવાયો છે. શહીદી વહોરનાર જવાનના પરિવારમાં માતાપિતા અને એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.


શહીદ જવાન હરિશસિંહ પરમારના નશ્વર દેહને આવતીકાલે વિમાન માર્ગે અમદાવાદ અને ત્યાંથી તેના વતનમાં લાવવામા આવે તેવી શક્યતા છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page