ગુજરાતમાં 23 વર્ષની યુવતીએ 22 વર્ષ મોટા યુવક સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો
દાહોદ:
દાહોદ જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ કે જેઓ સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહેતા જલ્પા મલે 20મી જૂને દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલીયાર સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. બન્ને લગ્ન કર્યા હોવાનું પોતાના ફેસબુક એકાઉન્ટમાં જાહેર કર્યું હતું.
જલ્પા મલેએ હવે પોતાના ફેસબુક એકાઉન્ટ પર નામ પણ જ્લ્પા શંકર અમલીયાર તરીકે નામ ચેન્જ કર્યું છે અને તેમાં પોતાનો અને પતિ શંકર અમલીયારનો કપલ ફોટો પ્રોફાઈલ પિક્ચર તરીકે મૂક્યો છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, શંકર અમલીયારને 6 સંતાનો છે અને પોતે નોકરી, સમાજ સેવા અને ખેતીની આવક ધરાવે છે. શંકર અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે પત્નીના નામની કોલમ અને સંપતિની વિગતો સંદર્ભે જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો.