શહેરાની 14 વર્ષીય કુંવારી દીકરીએ આપ્યો બાળકને જન્મ, જાણ થતાં પિતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ
શહેરા: 2020માં શહેરા તાલુકાની 14 વર્ષીય સગીરા ભાઈ ભાભી સાથે ડાકોર પાસે મરચીના ખેતરમાં કામ માટે ગયા હતા. બાજુની જગ્યાએ જ તાલુકાનો સગીર પણ મજૂરીએ આવ્યો હતો. બંનેની આંખો મળતા સગીર દ્વારા સગીરાનું શારીરિક શોષણના ઇરાદે શરીરસુખ માણ્યું હતું. આ તરફ સગીરા પરત ગામ આવી હતી. ચોમાસા દરમિયાન સગીરાના માતા પિતા અને ભાઈ ડાંગરના કામ માટે મજૂરીએ ગયા હતા. દિવાળીમાં પાછા ફર્યા હતા. ગત 27-10-21ના રોજ સગીરાના પિતા ઘરે હતા અને સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં માતા તેની પાસે ગઈ હતી.
થોડીવારમાં પાછી આવી સગીરાને સુવાવડ થયાનું જણાવતાં પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમાજમાં કુંવારી દીકરી માતા બની છેની જાણ થશે તો શુ આબરૂ રહેશે જેથી કોઈને જણાવ્યું નહિ. સગીરાની માતાએ પૂછતાં જણાવેલું કે બાજુના ગામનો સગીર પણ ત્યાં મજૂરીએ આવેલો અને તેની સાથે શરીરસુખ માણતાં પોતે ગર્ભવતી થઈ હતી. 5મી નવે. સગીરાના પિતા માતા અને સગીરા બાળ શિશુને લઈ પાનમ મહિલા મંડળને મળ્યા અને ઘટના જણાવી હતી. તા. 11મી નવે. ગોધરા શિશુગૃહ ગયા અને બાળશિશુને ત્યાં સોંપ્યુ હતું.
પોલીસને જાણ કરી નહતી. જોકે શહેરા પી.આઈ નીતિન ચૌધરીને ધ્યાને આ બાબત આવતા અને પાનમ મહિલા મંડળની સમજાવટ બાદ અને તેઓની કોઈ ઓળખ બહાર નહીં આવે ખાત્રી આપ્યા બાદ સગીરાના પિતાએ શહેરા પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે સગીર સામે બળાત્કાર અને પોક્સો અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો.