‘લગાન’ ફિલ્મના આ દિગ્ગજ એક્ટરે 50 વર્ષની ઉંમરે નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શૉકનું મોજું

‘લગાન’, ‘ચક દે ઇન્ડિયા’, ‘અંદાઝ અપના અપના’ જેવી દોઢસોથી વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા એક્ટર જાવેદ ખાન અમરોહીનું અવસાન થયું છે. તેઓ 50 વર્ષના હતા. તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શૉકનું મોજું પ્રસરી ગયું છે. ખાસ કરીને તેમની સાથે કામ કરી ચૂકેલા સંખ્યાબંધ અભિનેતાઓને ભારે આંચકો લાગ્યો છે. જાવેદ ખાન શ્વાસની સમસ્યાથી પીડાતા હતા અને છેલ્લા એક વર્ષથી પથારીવશ હતા. છેલ્લે છેલ્લે તેમનાં બંને ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Advertisement

તેમણે મુંબઈના સાંતાક્રુઝમાં આવેલા સૂર્યા નર્સિંગ હોમ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે સાડા સાત વાગ્યે ઓશિવરા ખાતે આવેલા કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. જાવેદ ખાને ‘લગાન’ ફિલ્મમાં પાઘડીધારી ક્રિકેટ કોમેન્ટેટરની ભૂમિકા ભજવી હતી.

Advertisement

ફિલ્મમાં જ્યારે ભુવન (આમિર ખાન)ની ટીમ અંગ્રેજો સામે મૅચ જીતે છે ત્યારે તેમણે કરેલો ઉદઘોષ ‘હમ જીત ગયે’ આજે પણ ભારતની કોઇપણ મૅચ વખતે મીમ સ્વરૂપે ફરી ફરીને સજીવન થતો રહે છે.

ઈ.સ. 1973માં આવેલી ‘જલતે બદન’ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરનારા જાવેદ ખાન અમરોહીએ પોતાની કારકિર્દીમાં ‘નૂરી’, ‘પ્રેમ રોગ’, ‘રંગબિરંગી’, ‘વોહ સાત દિન’, ‘ત્રિદેવ’, ‘બાપ નંબરી બેટા દસ નંબરી’, ‘આશિકી’, ‘સડક’, ‘બોલ રાધા બોલ’, ‘હમ હૈ રાહી પ્યાર કે’, ‘લાડલા’,

‘અંદાઝ અપના અપના’, ‘કૂલી નંબર 1’, ‘બડે મિયાં છોટે મિયાં’, ‘લગાન’, ‘ફિર હેરા ફેરી’, ‘ચક દે ઇન્ડિયા’, ‘સડક 2’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ઉપરાંત તેમણે ‘નુક્કડ’, ‘યે જો હૈ ઝિંદગી’, ‘મિર્ઝા ગાલિબ’, ‘શક્તિમાન’ જેવી યાદગાર સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો.

યાને કે જાવેદ ખાન અમરોહીએ બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ જેવા કે શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, રિશી કપૂર, દેવ આનંદ, અનિલ કપૂર, નસીરુદ્દીન શાહ, સંજય દત્ત, રવીના ટંડન, જુહી ચાવલા, કરિશ્મા કપૂર, શ્રીદેવી, પૂજા ભટ્ટ વગેરે સાથે કામ કર્યું હતું.

જ્યારે મહેશ ભટ્ટ, ડેવિડ ધવન, આશુતોષ ગોવારિકર, સઇદ અખ્તર મિર્ઝા, ગુલઝાર, કુંદન શાહ જેવા સર્જકો સાથે પણ કામ કર્યું હતું.

Advertisement

Leave a Reply

error: Content is protected !!