અમદાવાદ પોલીસને સો સો સલામઃ અપહરણ થયેલ 9 માસની બાળકી 14 કલાકમાં શોધીને પરિવારને પરત સોંપી

અમદાવાદમાં ફૂટપાથ પર સૂતા પરિવારની 9 મહિનાની બાળકીને એક અજાણ્યો શખસ ઉઠાવીને લઈ ગયો હતો. જે મામલે પોલીસને જાણ થતાં પોલીસે રાત દિવસ એક કરીને બાળકીની શોધખોળ કરી હતી. સતત શોધખોળ કરીને બાળકીને 14 કલાકમાં જ પોલીસે શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ અંગે ડી.જે ચુડાસમાએ જણાવ્યું હતું કે, કાલુપુરનો સ્થાનિક શંકમંદ છે, જે બાળકીનું અપહરણ કર્યું હતું. હજુ બાળકીનું અપહરણ કરનાર આરોપી ફરાર છે. જેની અમે શોધખોળ કરી રહ્યા છીએ.

Advertisement

19મીએ રાતે 9 વાગ્યે ફરિયાદ નોંધાઈ
19 જુલાઈએ કાલુપુર સર્કલ ખાતે એક શ્રમજીવી પરિવાર સૂતો હતો, ત્યારે તેમની 9 માસની બાળકીનું અચાનક કોઈ અપહરણ કરીને લઈ ગયું હતું. પરિવારને જાણ થતાં પરિવારે આસપાસ બાળકીને શોધી હતી, પરંતુ બાળકી મળી નહોતી. ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી હતી. 19 જુલાઈએ રાતે 9 વાગે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હતી. નાની બાળકી હોવાથી કોઈ અનિશ્ચનીય બનાવ ના બને તેનો પોલીસને ડર હતો, જેથી પોલીસે રાતથી જ બાળકીની શોધખોળ હાથ ધરી હતી.

સીસીટીવીમાં શકમંદ દેખાયો
ફરિયાદ નોંધાતા કાલુપુર પોલીસની અલગ અલગ ટીમ કામે લાગી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા, જેમાં એક શકમંદ વ્યક્તિ બાળકીને ઉઠાવી જઈ રહ્યો હતો. થોડા સમય બાદ શકમંદ વ્યક્તિએ અન્ય ફેરિયાને બાળકી સોંપીને જતો રહ્યો હતો. ત્યારબાદ અન્ય ફેરિયો તે વ્યક્તિને શોધવા લાગ્યો હતો, શોધખોળ બાદ ના મળતા ફેરિયો તેના ઘરે બાળકીને લઈ ગયો હતો અને થોડો સમય રાખીને કાલુપુર રેલ્વે સ્ટેશન આવ્યો હતો. કાલુપુર રેલ્વે સ્ટેશન પોલીસ બાળકીને શોધી રહી હતી, ત્યારે બાળકી ફેરિયા સાથે મળી આવી હતી. ત્યારબાદ પોલીસે બાળકીને પરિવાર સાથે મળવી હતી.

Advertisement

બાળકીને ઉઠાવી જનારની શોધખોળ
આ અંગે ડી.જે ચુડાસમાએ જણાવ્યું હતું કે, કાલુપુરનો સ્થાનિક શંકમંદ છે, જે બાળકીનું અપહરણ કર્યું હતું. બાળકીને અત્યારે મેડિકલ તપાસ માટે ઑબ્ઝર્વેશન માટે રાખી છે. હજુ બાળકીનું અપહરણ કરનાર આરોપી ફરાર છે. જેની અમે શોધખોળ કરી રહ્યા છીએ.

Advertisement

Leave a Reply

error: Content is protected !!