સાસરિયાઓના ત્રાસથી પુત્રવધૂએ ઈસ્કોન બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, અપવીતી વાંચીનેજ રડી પડશો

એક દુઃખદાયક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં નાની-નાની વાતે ત્રાસ આપતાં સાસરિયાંએ પુત્રવધૂને ઘરમાંથી કાઢી મુકી હતી. જો કે સાસુ-સસરાએ ગુજારેલા ત્રાસની વાતો પુત્રવધૂના મગજમાં એટલી હદે ઘૂમ્યા કરતી હતી કે નોકરીથી અડધી રજા લઈને ઘરે જવા નીકળેલી પુત્રવધૂએ ઈસ્કોન બ્રિજ પરથી પડતું મૂક્યું હતું. લાંબી સારવાર બાદ પુત્રવધૂનું મોત નીપજતાં તેના ભાઈએ સાસુ-સસરા, નણંદ અને ફોઈસાસુ વિરુદ્ધ દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધતા પોલીસ તેઓને શોધી રહી છે.

Advertisement

ફતેહવાડીમાં રહેતા ફેનિલ ઠાકોરની બહેન ક્રિષ્ના (ઉં.21)ના લગ્ન 2020માં ઘુમામાં રહેતા અમિત ચાવડા સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ ક્રિષ્નાને સાસુ સમીબેન, સસરા દશરથભાઈ, નણંદ શ્રદ્ધા અને ફોઈસાસુ જશીબેન નાની અમથી વાતે ઝઘડા કરી હેરાન કરતાં હતાં. અને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અવાર નવાર દહેજને લઈને અને પતિથી છૂટું કરવા આ સાસરિયાઓ દબાણ કરતા હતા.

Advertisement

આઠ મહિના પહેલાં સાસરિયાંએ ક્રિષ્નાને કાઢી મૂકતા ફેનિલ તેને ઘરે લઈ આવ્યો હતો, જ્યારે થોડા સમય બાદ ક્રિષ્નાએ ઈસ્કોનના રિલાયન્સ મોલમાં નોકરી શરૂ કરી હતી. પિતા જયેશભાઈ ક્રિષ્નાને નોકરીએ રોજ લેવા-મૂકવા જતા હતા. 18 જાન્યુઆરીએ ક્રિષ્ના એકલી નોકરીએ ગઈ હતી, ત્યાં હાફ ડે લઈને તે મિત્રના લગ્નમાં જવાની હતી પણ બપોરે ઈસ્કોન બ્રિજ પરથી ક્રિષ્નાએ પડતું મૂક્યું હતું તેવું ક્રિષ્નાના ભાઈ ફેનીલ ઠાકોરે જણાવ્યું હતું.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત ક્રિષ્નાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઇ હતી. જયાં ક્રિષ્નાએ ભાઈ ફેનિલને કહ્યું કે, હું ઘણા સમયથી રિસામણે છું. સાસુ સસરા ફોઈજી સાસુ પતિથી અલગ કરવા ત્રાસ આપે છે. પતિ સાથે વાત પણ ન કરવા ન દેતા હું સતત ટેનશનમાં રહેતી. જેમાં પતિ અમિતનો કોઈ વાંક નથી. હું કામ પર હોવું ત્યારે પણ સાસુ સસરાની ત્રાસ દાયક વાતો મગજમાં ફર્યા કરતી.

આ લોકોએ ભવિષ્ય અને જિંદગી બગાડી નાખતા હું બેચેન રહેતી હતી. મને જીવવાની આશા નહોતી, જીવવા કરતા મરી જવું વધારે સારું. આ વાત સાંભળી યુવતીના પિયરજનોએ સાસરિયાઓને ફોન કર્યો તો તેઓએ ક્રિષ્ના મરી જાય તો ય અમારે લેવા દેવા નથી તેમ કહી ફોન મૂકી દીધો અને યુવતીની ખબર કાઢવા પણ ન ગયા.

હોસ્પિટલથી રજા આપ્યા બાદ ફરી વખત તબિયત બગડતા ક્રિષ્નાને હોસ્પિટલ લઈ જવાઈ હતી. આ સારવાર દરમિયાન ક્રિષ્નાનું 12 માર્ચના રોજ અવસાન થયું. જેથી હવે ન્યાયની આશાએ બેઠેલા આ ઠાકોર પરિવારએ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસ તેજ કરી આરોપીઓને પકડવા ટીમો રવાના કરી હોવાનું સેટેલાઈટ પીઆઇ ડી બી મહેતા એ જણાવ્યું છે. દિવસેને દિવસે સાસરિયાઓના ત્રાસની ઘટનાઓ વધી રહી છે. આવી અનેક યુવતીઓએ ત્રાસમાંથી મુક્ત થવા જીવ આપી દીધો

Advertisement

Leave a Reply

error: Content is protected !!