અમદાવાદમાં પાણીપુરીવાળાની દુકાનમાં લોકોએ કરી રેડ, આ તસવીરો જોઈને જિંદગીમાં ક્યારેય નહીં ખાવ પાણીપુરી
અમદાવાદના ઘાટલોડિયાના કે.કે.નગર પાસે આવેલા અર્જુન ફ્લેટની લક્ષ્મી પાણી પુરી સેન્ટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘાટલોડિયાના અર્જુન ફ્લેટમાં આવેલા લક્ષ્મી પાણી પુરી સેન્ટરમાં પાણી પુરી શૌચાલયમાં મૂકવામાં આવતી હતી તેવું તસવીરો જોવા મળી રહ્યું છે. જેથી સ્થાનિકોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો અને પાણીપુરી સેન્ટરમાં તોડફોડ કરી હતી.
ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેના કારણે મ્યુનિ. તંત્ર અને પોલીસની ટીમો દોડતી થઈ ગઈ હતી. ઘાટલોડિયાના કે.કે.નગરના અર્જુન ફ્લેટની નીચેના ભાગે આવેલી લક્ષ્મી પાણી પુરી સેન્ટરમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો.
જેની પાછળનું કારણ એવું હતું કે, સેન્ટરના શૌચાલયમાં પાણી પુરી મુકવામાં આવતી હતી જેથી સ્થાનિકોએ આ અંગે વિરોધ કર્યા બાદ તોડફોડ કરી હતી.
આ અંગે માહિતી મળતાં જ હેલ્થ વિભાગે કાર્યવાહી કરીને આ પાણીપુરી સેન્ટરને નોટિસ ફટકારી છે કે, હેલ્થ ખાતાની પૂર્વ મંજુરી વિના પાણીપુરી સેન્ટર ખોલવું નહીં. હાલ પુરતી દુકાન સીલ કરી દેવામાં આવી છે.