કાજોલની દીકરીએ ગ્લેમર્સ અંદાજમાં મારી એન્ટ્રી, સાથે મસ્ટ્રી બોય કોણ હતો?
બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને અજયની દીકરી ન્યાસા દેવગન હવે મોટી થઈ ગઈ છે. સિંગાપોરથી ભણીને મુંબઈ આવેલી ન્યાસાને હવે ફેશનનો ચસ્કો લાગ્યો છે. હાલમાં જ ક્રિસમસ પાર્ટીમાં તો તેણે હદ જ વટાવી દીધી હતી. ખૂબ જ ગ્લેમર્સ અંદાજમાં તેણે પાર્ટીમાં એન્ટ્રી મારી હતી. હાજર બધા કેમેરાનું ધ્યાન ન્યાસા તરફ ખેંચાયું હતું.
મુંબઈમાં યોજાયેલી આ ક્રિસમસ પાર્ટીમાં તે હોટ-પિંક બોડીકોન ડ્રેસ પહેરીને આવી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. ડીપ નેક ડ્રેસે પાર્ટીમાં આગ લગાવી દીધી હતી.
ન્યાસાએ આ ક્રિસમસ પાર્ટીમાં પોતાના મિત્રો સાથે ખૂબ મસ્તી કરી હતી. મિસ્ટ્રી બોય ઓરહાન અને ન્યાસાની તસવીરો સોશ્યિલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે.
ન્યાસા સાથે એક મિસ્ટ્રી બોય પણ પાર્ટીમાં સાથે આવ્યો હતો. આ મિસ્ટ્રી બોયનું નામ ઓરહાન અવાત્રામણિ છે, જે સોશ્યિલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
બોલીવુડ સ્ટાર્સ અજય દેવગણ અને લાજોલની લાડલી ન્યાસા દેવગણે ભલે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ નથી કર્યુ પરંતુ તે સતત લાઇમલાઇટમાં રહે છે.
ન્યાસાઅવારનવાર પેપરાઝીના કેમેરામાં કેદ થાય છે. તે બાદ ન્યાસા દેવગણના ફોટઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રહે છે.