જાણીતી એક્ટ્રેસનો MMS થયો લીક! સોશિયલ મીડિયામાં વીડિયોએ મચાવી ધૂમ

ભોજપુરી સિનેમાની ટૉપની અભિનેત્રીઓમાંની એક અક્ષરા સિંહ તેની સુંદર એક્ટિંગ અને સુંદરતા માટે લોકોમાં બહુ લોકપ્રિય છે. અભિનેત્રી માત્ર એક્જ વિસ્તારમાં નહીં, પરંતુ આખા દેશમાં તેની ઓળખ બનાવી ચૂકી છે. ફિલ્મો સિવાય તે સોશિયલ મીડિયા મારફતે પણ ફેન્સ સાથે જોડાયેલ રહે છે. વારંવાર તે ફેન્સ સાથે તેની કોઈ તસવીર કે વીડિયો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર વારંવાર ચર્ચામાં રહેતી અક્ષરા ગત કેટલાક દિવસોથી બહુ ચર્ચામાં છે.

Advertisement

વાસ્તવમાં થોડા દિવસ પહેલાં ઈન્ટરનેટ પર એક એમએમએસ વાયરલ થયો હતો, જેના કારણે અક્ષરા બહુ ચર્ચામાં છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ વીડિયોમાં દેખાતી છોકરી અક્ષરા સિંહ છે. જોકે, હજી સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ કે આ વીડિયો અસલી છે કે નકલી. આ દરમિયાન આ આખી ઘટના પર અક્ષરા સિંહે પોતાની પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ એક વેબસાઈટ સાથે વાત કરતાં તેણે જણાવ્યું છે કે, મને નથી ખબર કે આવું કોણે કર્યું છે, પરંતુ મને આનાથી કોઈ ફરક પડતો નથી.

Advertisement

એક ઈન્ટરવ્યૂમાં વાત કરતાં અક્ષરાએ કહ્યું કે, મને નથી ખબર કે, ‘આ પ્રકારની હરકત કોણે કરી છે, પરંતુ મને આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી. કોઈ કઈં પણ બોલે છે. મેં હજુ સુધી વીડિયો જોયો નથી. શું હું વીડિયોમાં દેખાઉ છું? ખબર નહીં કોણ આ બધું કરી રહ્યું છે. અત્યારે તો મને કોઈ ફરક પડતો નથી. જેને જે કરવું હોય એ કરે.’ વાયરલ વીડિયો પર બિંદાસ જવાબ આપી અભિનેત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તે આ બધી વસ્તુઓથી નહીં તૂટે.

તો તેમના ફેન્સ સતત અભિનેત્રીનું સમર્થન કરી રહ્યા છે. વીડિયો સામે આવ્યો ત્યારથી જ ઘણા લોકો એમ કહીને અભિનેત્રીનું સમર્થન કરે છે કે, આવી હરકતો દ્વારા અભિનેત્રીને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, સોશિયલ મીડિયા પર આ વીડિયો આવ્યો છે ત્યારથી જ બહુ ચર્ચાઓ છે.

વીડિયો આવ્યો છે ત્યારથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આમાં જોવા મળતી છોકરી ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ છે. જોકે, આ અંગે હજી સુધી પુષ્ટિ નથી થઈ કે, આ વીડિયોમાં વાસ્તવમાં અક્ષરા છે કે નહીં. આ પહેલાં ભોજપુરી સિંગર શિલ્પી રાજ પણ એક એમએમએસ લીકના કારણે ચર્ચામાં છવાઈ હતી.

Advertisement

Leave a Reply

error: Content is protected !!