પૂર્વ પ્રેમી પાસે હતી એક્ટ્રેસની અંગત પળોની તસવીરો, પૈસાની લાલચે કરતો બ્લેકમેલ

સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી અમાલા પૉલના એક્સ બૉયફ્રેન્ડને અરેસ્ટ કરી લીધો છે. અમાલા પૉલે પૂર્વ બિઝનેસ પાર્ટનર અને એક્સ બૉયફ્રેન્ડ ભવનિંદર સિંહ પર ગંભીર આરોપ મૂકતાં વિલ્લુપુરમ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ અભિનેત્રીના એક્સ બૉયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી છે. અભિનેત્રીએ ભવનિંદર સિંહ પર પ્રાઈવેટ તસવીરો લઈને હેરેસ કરવાની સાથે-સાથે દગો કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

Advertisement

માનહાનિનો કેસ
અભિનેત્રીની ફરિયાદના એક દિવસ બાદ જ તેના એક્સ બૉયફ્રેન્ડની ધરપકડ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, આ પહેલાં વર્ષ 2020 માં અમલાએ આ જ વ્યક્તિ પર માનહાનિનો કેસ કર્યો હતો.

Advertisement

અમાલાએ દાવો કર્યો હતો કે, ભવનિંદરે તેના પ્રાઈવેટ ફોટોશૂટની કેટલીક તસવીરોને ખોટી રીતે પ્રકાશિત કરાવી હતી. કહેવાય છે કે, બંનેએ મળીને એક પ્રોડક્શન કંપની શરૂ કરી હતી પરંતુ પછી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

ધમકાવવા અને હેરેસ કરવાનો આરોપ
અમાલા પૉલે ભવનિંદર પર આરોપ મૂક્યો છે કે, તેણે મને ડાયરેક્ટરની પોસ્ટ પરથી દૂર કરવા માટે નકલી ડૉક્યૂમેન્ટ્સ બનાવડાવ્યા હતા. સાથે-સાથે ધમકી પણ આપી કે તે તેની પર્સનલ તસવીરોને સોશિયલ મીડિયા પર લીક કરી દેશે. અમાલા પૉલની ફરિયાદ પર પોલીસે ભવનિંદર સિંહ વિરૂદ્ધ ધમકાવા, હેરાન કરવા અને કાવતરું કરવાની ધારાઓ લગાવી તેની ધરપકડ કરવામાં આવી છે.

અમાલા અને ભવનિંદરના સંબંધ
થોડા વર્ષો પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે અમાલા પૉલ અને ભવનિંદર સિંહ એકબીજાને ડેટ કરતા હતા. જોકે બંનેમાંથી કોઈએ પણ કઈં કન્ફર્મ નહોંતું કર્યું. વર્ષ 2020 માં ભવનિંદરે અમાલા પૉલ સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં બંને લગ્નના જોડામાં જોવા મળ્યાં હતાં.

આ તસવીરો બાદ એવી ચર્ચા થવા લાગી હતી કે, અમાલા પૉલ અને ભવનિંદરે લગ્ન કરી લીધાં છે, પરંતુ અમાલા પૉલે આ સ્પષ્ટતા આપતાં તસવીરો ડિલીટ કરી દીધી હતી કે, તે 2018 માં કરાવેલ એક ફોટોશૂટની છે, ત્યારબાદથી અમાલા પૉલ અને ભવનિંદરના સંબંધો તૂટી ગયા.

Advertisement

Leave a Reply

error: Content is protected !!