ગુજરાતનો કિસ્સોઃ મહિલાને ત્રણ-ત્રણ બાળક જન્મતાં જ ડૉક્ટરને પણ નવાઈ લાગી, જુઓ તસવીરો

‘દેના વાલા જબ ભી દેતા, દેતા ચપ્પડ ફડ કે’ ગીત તો તમે સાંભળ્યું જ હશે. આ ગીતમાં પણ ઘણું સત્ય છે. ભગવાન પ્રસન્ન થઈને કૃપા વરસાવે છે ત્યારે ભક્તો પણ જોતા રહીં જાય છે. કોઈ પણ માતા એવુ નહીં ઈચ્છતી હોય કે તેના ગર્ભમાં રહેલા બાળકની વાત સાંભળવામાં ન આવે. આવી સ્થિતિમાં તે ભગવાનને સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. હવે ભગવાને અંકલેશ્વરની સુશ્રુષા હોસ્પિટલમાં મહિલાએ એક, બે નહિ પણ ત્રણ બાળકોને પ્રથમ પ્રસૂતિમાં જન્મ આપ્યો હતો. 10 હજાર પ્રેગ્નન્સીએ ભાગ્યે જ બનતો આ કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

બે બાબા અને એક બેબીને જન્મ આપ્યો
અંકલેશ્વરના ગડખોલ ગામે રહેતા 36 વર્ષીય જીતેન્દ્ર વર્મા અને 30 વર્ષીય બબિતાબેનના લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા. પત્ની સગર્ભા થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. અંકલેશ્વરની સુશ્રુષા હોસ્પિટલમાં દોઢ મહિના પહેલા જ સારવાર દરમિયાન ટ્રીપલેટ્સ એટલે કે ત્રણ બાળકો હોવાનું નિદાન થયું હતું.

Advertisement

10 હજાર પ્રેગનન્સીએ આવો કિસ્સો બને છે
જેની 8મા મહિને સિઝિરિયનથી સફળ ડિલિવરી ડો. હિના પટેલે કરાવી હતી. જેમાં બબીતાબેને બે બાબા અને એક બેબીને જન્મ આપ્યો હતો. ડો. હિના પટેલે જણાવ્યું હતું કે, જુડવા ટ્વીન્સ બાળકો જન્મવાનો રેસિયો 250 ડિલીવરીએ અને ત્રણ બાળકોનો 10 હજાર ડિલિવરીએ હોય છે.

બબિતાબેનની આ પ્રથમ ડિલિવરી છે. અંકલેશ્વરમાં હવે આધુનિક સગવડો હોવાથી અપૂરતા માસે અને ઓછા વજને જન્મેલા બાળકોને સારવાર આપવાનું સુલભ બન્યું છે. તેમની 25 વર્ષની પ્રેક્ટિસમાં ત્રણ બાળકોની ડિલિવરીનો આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!