અહીંથી મળી એવી વસ્તુ કે પુરાતત્વવાદીઓ પણ આંખો ફાડીને જોતા જ રહી ગયા!
હિંદુ તથા પારસી વાસ્તુકલાનો ભરપૂર ઉપયોગ ફતેહપુર સીકરી સ્મારકમાં કરવામાં આવ્યો છે. લાલ પથ્થર તથા સુંદર કલાકારીગરીથી બનાવેલા સ્મારકના સંરક્ષણ માટે હાલમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ ખોદકામ કામમાં 16મી સદીનો ફુવારો મળી આવ્યો હતો. આ ફુવારો સેન્ડ સ્ટોન તથા લાઈમ સ્ટોનથી બનેલો છે. જ્યારે કર્મચારી ખોદકામ કરતા હતા ત્યારે આ ફુવારો મળ્યો હતો.
મુઘલકાળમાં મીનાકારી વર્ક ખૂબ જ પ્રમાણમાં કરવામાં આવતું હતું. ફુવારા પર પણ મીનકારી વર્ક જોવા મળ્યું છે. આખા ફુવારા પર નક્શીકામ જોવા મળે છે. આની પહોળાઈ 8.7 મીટર છે. ફુવારાની નીચે 1.1 મીટર ઊંડી ટેંક પણ બનાવેલી છે.
માનવામાં આવે છે કે વાતાવરણને ઠડું રાખવા માટે ફુવારાનો ઉપયોગ થતો હતો. પહેલી જ વાર સીકરીના કિલ્લામાં ફુવારો મળી આવ્યો છે. પુરાતત્વવાદી એ વાત જાણવાનો પ્રયાસ કરે છે કે ફુવારામાં જળ સ્ત્રોતનું કનેક્શન શું હતું.
આ ફુવારો મુઘલ શાસક અકબરના નિકટના ટોડરમલના કિલ્લામાંથી મળી આવ્યો છે. ટોડરમલ, અકબરના નવ રત્નોમાંથી એક છે. અકબરના તે નાણામંત્રી હતા. ટોડરમલને જમીન માપણીની શરૂઆત કરી હતી.