પરિવાર દીકરાની રાહ જોઈ રહ્યો હતોને મળ્યા મોતના સમાચાર, જવાનને બદલે લાશ પહોંચી ઘરે

છેલ્લા થોડા દિવસથી રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે. દરરોજ રખડતા ઢોરને કારણે કોઈ ઈજાગ્રસ્ત થયું હવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ જ કડીમાં હવે બનાસકાંઠામાં એક આર્મી જવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અકસ્માતમાં આર્મી જવાનનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દીકરો ફરજ પરથી પોતાના ઘરે આવી રહ્યો હોય પરિવારમા ખુશીનો માહોલ હતો, પણ દીકરાએ અકસ્માતમાં જીવ ગુમાવતા ઘરે માતમ છવાયો છે.

Advertisement

બીજી તરફ રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની માંગ ઉઠી છે. એવી માહિતી મળી છે કે આસામ ખાતે ફરજ બજાવી રહેલો જવાન ગાંધીનગર આવ્યા બાદ બુલેટ લઈને પોતાના વતન આવી રહ્યો હતો. આ દરમિયાન રાત્રે એક આખલો રોડ પર આવી જતાં જવાનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં આર્મી જવાને જીવ ગુમાવ્યો હતો.

Advertisement

મળતી માહિતી પ્રમાણે કાંકરેજના અરકુંવાડા પાસે એક આખલો રસ્તા પર આવી ગયો હતો. આ દરમિયાન દિયોદરના વડિયા ગામના અરમરભાઈ માળી બુલેટ લઈને પસાર થઈ રહ્યા હતા. રાત્રે આખલો રસ્તા વચ્ચે આવી જતાં તેઓ રોડ પર પટકાયા હતા. મળતી માહિતી પ્રમાણે અમરતભાઈ બુલેટ પર સવાર થઈને ગાંધીનગરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા.

અમરતભાઈ આસામ ખાતે આર્મીમાં પેરાકમાન્ડો તરીકે ફરજ બજાવતા હતા. મૃતક આર્મી જવાન અમરતભાઈ આસામ ખાતેથી ગાંધીનગર આવ્યા હતા. ત્યાંથી બુલેટ લઈને પોતાના વતન દિયોદરના વડિયા ગામ ખાતે જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં અચાનક આખલો વચ્ચે આવી જતાં તેઓ નીચે પટકાયા હતા અને ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

બનાવ બાદ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. બાદમાં તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં એક જવાનનું મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક અમરતભાઈ ફરજ પરથી પોતાના વતન તરફ આવી રહ્યા હતા જેને પગલે પરિવારમાં ખુશી હતો. પણ જવાને અકસ્માતમાં જીવ ગુમાવતા ઘરે માતમ છવાયો છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!