ગુજરાતના આ મંદિરે આજે પણ આરતી સમયે મગર સ્વરૂપે સાક્ષાત પ્રગટ થાય છે માં ખોડીયાર

અહીં મગર માતાજીનું નામ ‘આરતી’ રાખવામાં આવેલું છે. ખરેખર એ લોકો ભાગ્યશાળી હોય છે જે આરતી માંના દર્શન કરી શકે. સવાર અને સાંજે બંને ટાઈમે આરતી સમયે ‘આરતી’ માતાજી દર્શન આપે છે. ભક્તો દૂર દૂરથી અહીં આરતી માતાજીના તેમજ ખોડીયાર માતાના દર્શન કરવા માટે આવે છે. ભગવાને અહીં ખૂબ પાણી પીધું હતું અને ભગવાને વરદાન આપેલું કે કોડીનારથી ગુણો સુધી ક્યાંય સૂકો દુષ્કાળ પડશે નહીં, અહીં લીલો દુષ્કાળ પડી શકે છે અને આ ભૂમિને સંતો અને સુરાની ભૂમિ કહેવાય છે.

Advertisement

કેવી રીતે પહોંચવું
અહીં આવવા માટે ગાગડીયા ગુણો ખોડીયાર મંદિર ગામ સુગાળા, તાલુકો કોડીનાર, ને જિલ્લો ગીર સોમનાથ. કોડીનારથી 13 કિલોમીટર દૂર છે, એટલે કોડીનારથી પણ આવી શકાય અને પ્રાચીથી વાયા વેરાવળથી પણ આવી શકાય. ઉનાથી આઠ કિલોમીટર દૂર છે એટલે ઉનાથી પણ આવી શકાય. અહીં બંને ટાઈમ અન્ન ક્ષેત્ર પણ ચાલુ હોય છે. અને દૂરથી આવેલા લોકો માટે રહેવાની પણ વ્યવસ્થા છે.

Advertisement

ગુણો કેટલો ઊંડો છે એ કોઈને ખબર નથી
આ એ જ ગુણો છે જ્યાં જગડુશાએ જમાડેલ છે, અને ભગવાનને પાણી પાયલું છે. આ ગુણો કેટલો ઊંડો છે એ કોઈને ખબર નથી. જ્યારે પણ મા ખોડીયાર આનું પદાર્થ તોડેલું છે ત્યારે માતાજીને રસ્તો નહતો મળતો ત્યારે મા મગર અસવારી થઈ હતી, અને એમાં મગરને અહીં સ્વરાની નથ કરાવવામાં આવી છે અને ત્યારથી જ મગર માતાજી ખોડીયાર માતાજીની હારે આને કારણે ખોડીયાર માની મગર અસવારી કહેવાનું છે.

ખોડીયાર માની આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થાય
અહીં ખોડીયાર માની માનતા રાખવાથી ખોડીયારમાં ઘરે પારણા બંધાવે છે અને માએ હજારોની સંખ્યામાં દીકરાઓ પણ આપેલા છે તેમજ ખોડીયાર માની આશીર્વાદથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અહીં હજારોની સંખ્યામાં મંદિરમાં બાળકોના ફોટા ટિંગાળેલા છે.

આ ગુણો માં પાણી ક્યારેય નહીં ખૂટે
પહેલો અવતાર કર્ણ પછી જગડુશા પછી શેઠ સગાસ એનું ગામ છે સુગાળા અને જગત્યા શેઠ જગડુશા નું પેટ અહીં સામે જ ફાટેલું છે ખૂબ પાણી પીધું એટલે પેટ ફાટી ગયું જગડુશા ને ત્યાં કોઈ દિવસ અગ્નિ નહીં ખૂટે અને ખોડીયાર માને ત્યાં કોઈ દિવસ પાણી નહીં ખૂટે એટલે આ ગુણો માં પાણી ક્યારેય નહીં ખૂટે.

મા એ તેમને પ્રસન્ન થઈને સાક્ષાત તલવાર આપેલી
અહીં દશા દાદા ભાલીયા નું પણ મંદિર આવેલું છે અને અને સતિમાં નું પણ મંદિર આવેલું છે દશા દાદા ભાલીયા માતાજીના દર્શન કરવા ખૂબ આવતા હતા. મા એ તેમને પ્રસન્ન થઈને સાક્ષાત તલવાર આપેલી છે અને આ ખોડીયારમાં દશા ભાલીયા ખોડીયાર તરીકે પણ ઓળખાય છે વર્ષોથી તમામ પરિવારો અહીં દશા દાદા ભાલીયાના દર્શન કરવા આવે છેઅહીં ભવાનીમાં ખોડીયારમાં અને વાઘેશ્વરી માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે તો મિત્રો તમને મારો લેખ સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય ખોડીયાર માં લખો

Advertisement

Leave a Reply

error: Content is protected !!