ગમે તે થઈ જાય, ક્યારેય જૂતાં-ચંપલ નથી પહેરતા આ ગામના લોકો, માન્યતા જાણીને દંગ રહી જશો

વિશ્વમાં એકથી એક અજીબો ગરીબ ઘટનોઓ સામે આવે છે. ભારતમાં ઘણાં ઘરોની બહાર બુટ-ચંપલ રાખવા પડે છે. તો મંદિરમાં પણ બુટ-ચંપલ પહેરીને નથી જતા, પરંતુ ભારતમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો ઘરની બહાર એટલે કે રોડ ઉપર પણ બુટ -ચંપલ નથી પહેરતા. ઉનાળો હોય કે પછી ગમે તે ઋતુ હોય અહીં લોકો ઘરની બહાર પણ ખુલ્લા પગે જ જોવા મળે છે. જે લોકો ચંપલ પહેરે છે તે લોકોને કડકમાં કડક સજા ફટકારવામાં આવે છે.

Advertisement

આખા ગામને ભગવાનનું ઘર માનવામાં આવે છે ભારતનું તમિલનાડુના અંદમાન ગામ સૌથી અલગ છે. અહીં લોકો આખા ગામને ભગવાનનું ઘર માને છે. આ ગામ ચેન્નાઇથી લગભગ સાડા ચારસો કિલોમીટર દૂર આવેલું છે.

Advertisement

અહીં લગભગ 130 પરિવાર રહે છે જે પૈકી મોટાભાગના પરિવાર ખેડૂત છે. આ ગામના લોકો ખેતી કરીને જીવન ગુજારે છે. જો તમે આવું ન કરવામાં આવે તો ભગવાન ગુસ્સે થશે ગ્રામજનોનું કહેવું છે કે જો તેઓ આવું નહીં કરે તો ભગવાન કોપાયમાન થશે.

ગ્રામજનો કહે છે કે, તેમનું આખું ગામ એક મંદિર છે. અહીં રહેતા લગભગ પાંચસો લોકો પૈકી માત્ર ખૂબ જ વૃદ્ધ લોકોને ઉનાળાની ઋતુમાં બપોરે પગમાં પગરખાં પહેરવાની છૂટ છે.

આ સિવાય જો કોઈ આવું કરતા જોવા મળે તો કડક સજા આપવામાં આવે છે. ગામના આ નિયમનું દરેક લોકો પાલન કરે છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!