ફાગવેલમાં આજે પણ લોકોને ભાથીજી મહારાજના સાક્ષાત પરચા થાય છે, જાણો તેમનો મહિમા

ગુજરાતમાં ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં આવેલુ ફાગવેલ ગામ ગુજરાત તેમજ આખા દેશમાં જાણીતું થયેલુ છે. ૩૫૦ વર્ષ અગાઉ ફાગણ માસમાં સૈનત નદિના કિનારે જે ગામનો થયો તે ગામનું નામ ફાગવેલ પડયું નાનકડા સ્ટેટ જેવા આ ગામનો વહિવટ ક્ષત્રીયવિર રાઠોડ તખતસિંહજી માનસિંહજી કરતા હતા.

Advertisement

 

આ ગામની પ્રજા સુખચેનથી રહેતી હતી.અને ગામની ગરીમાની રોજલાલી અને આબાદી ઘણીજ હતી.તેઓ ધર્મપ્રેમી રાજવી હતા. તેમના લગ્ન ચિખલોડ ગામના રાજવી પરિવારના અક્ક્લબા નામની ક્ષત્રિયાણી સાથે થયા હતા.તખતસિંહને એકજ પુત્ર હાથીજી હતા.

Advertisement

માનવામાં આવે છે કે ભાથીજી મહારાજ નાગ દેવતાનો અવતાર હતા. દૂર દૂરથી ભક્તો અહીં પોતાના દુઃખ દૂર કરવા ભાથીજી મહારાજને પ્રાર્થના કરવા માટે આવે છે. જયારે ભાથીજી મહારાજ 1 મહિનાના હતા. ત્યારે લોકોને તેમના કપાળ પર નાગ દેવતાનું નિશાન જોવા મળ્યું હતું ત્યારથી લોકો માની ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી. આ બાળક નાગ દેવતાનો અવતાર છે. જેમ જેમ તે મોટા થયા તેમ તેમ તેમની લીલાઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા..

જયારે ભાથીજી મહારાજના લગ્ન ચાલતા હતા. એવામાં દુશ્મનો ગામની ગયો લઈને જવા લાગ્યા આ સમાચાર તેમને મળ્યા ત્યારે તેમને પોતાના લગ્નના ફેરા અધૂરા મૂકીને દુશ્મનો સાથે લડવાનું નક્કી કર્યું. ત્યારે તેમની શૂરવીરતા જોઈને દુશ્મનો પણ હેરાન થઇ ગયા.

એક એવો સમય પણ આવ્યો કે ભાથીજી મહારાજનું માથું ધડથી અલગ થઇ ગયું છતાં પણ ભાથીજી મહારાજ દુશ્મનો સાથે લડતા રહ્યા અને ગાયોને દુશ્મનોથી મુકત કરાવી. માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને સાપ કરડ્યો હોય અને તે ભાથીજી મહારાજની બધા માને તો તેને સર્પ દંશથી છૂટકળો મળે છે અને તેનો જીવ બચી જાય છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!