બંધ રૂમ ખોલ્યો તો અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ પણ ધ્રુજી ગઈ

હાલમાં જ એક પરિણીત મહિલાની હત્યા કરવામાં આવી હતી. લાશની પાસે એક લેટર પણ હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે ખોટા કામનું ખોટું પરિણામ. પતિ હોવા છતાં અન્ય કોઈ સાથે રિલેશનશિપ સહન ના થાય. પત્રની અંતે ઇંગ્લિશમાં નીરજ લખવામાં આવ્યું હતું. નીરજ મૃતક મહિલાનો પતિ છે. પોલીસને આશંકા છે કે નીરજે આડાસંબંધની શંકાએ પત્નીની હત્યા કરી હતી.

Advertisement

શું ઘટના હતી?
બિહારના પૂર્ણિયાની પ્રભાત કોલોનીમાં રહેતી કલ્યાણીની લાશ બંધ રૂમમાંથી મળી આવી હતી. બાજુમાં લોખંડની તવી પડી હતી. પોલીસ માને છે કે પતિ નીરજે તવીથી માર મારીને હત્યા કરી હતી. પત્ર લખ્યો અને પછી ફરાર થઈ ગયો.

Advertisement

માસીએ કેસ કર્યોઃ કલ્યાણીની માસીયાઇ બહેન વિષ્ણુ પ્રિયાએ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ કર્યો છે. કલ્યાણીની માસીની બહેને પોલીસ નિવેદનમાં કહ્યું હતું કે કલ્યાણીની હત્યા તેના પતિ નીરજ મહેતા તથા મિત્ર ગૌતમ સાથે મળીને કરી હતી. નીરજ પત્ની કલ્યાણીને ધમકી પણ આપતો હતો. નીરજ હત્યા કર્યા બાદથી ગુમ છે.

5 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતાઃ માસીયાઈ બહેને કહ્યું હતું કલ્યાણ તથા નીરજે ભાગીને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. તેમને ચાર વર્ષની દીકરી છે.

થોડાં દિવસોથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. નીરજને શંકા હતી કે પત્ની કલ્યાણીનું બીજે અફેર છે. પોલીસે નીરજને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!