આ વ્યક્તિ બિટકોઈનમાં જીત્યો 1800 કરોડ રૂપિયા પણ ભૂલી ગયો છે પાસવર્ડ
અમેરિકામાં રહેતા સ્ટીફન થોમસ થોડા સમય પહેલા ચર્ચામાં આવ્યા હતા. વાસ્તવમાં, તેમણે ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં તે સમયે રોકાણ કર્યું હતું જ્યારે તેનું મૂલ્ય ખૂબ ઓછું હતું. થોમસે વર્ષ 2011માં 7002 બીટકોઇન્સ લીધા હતા, જેની કિંમત હવે 245 મિલિયન યુએસ એટલે કે 1800 કરોડ રૂપિયા થઈ ગઈ છે. થોમસે બિટકોઇનના બધા પાસવર્ડ્સ સુરક્ષિત રાખવા માટે આયરનકે નામના એન્ક્રિપ્શન ડિવાઇસમાં સ્ટોર કર્યા હતા, પરંતુ તે તેનો પાસવર્ડ ભૂલી ગયો હતો.
સાન ફ્રાન્સિસ્કોમાં રહેતો થોમસ, અત્યાર સુધીમાં 8 ખોટા પાસવર્ડ્સ દાખલ કરી ચૂક્યો છે અને બીટકોઇન્સના કિસ્સામાં, હાર્ડ ડ્રાઇવ યુઝરને 10 તકો પૂરી પાડવામાં છે. થોમસ પાસે હવે ફક્ત બે તકો બાકી છે. કેજીઓ ટીવી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું – પહેલા થોડા અઠવાડિયામાં મારી સ્થિતિ કથળી હતી. મેં ખૂબ બેચેન રહેવાનું શરૂ કર્યું, પરંતુ હવે હું મારા નુકસાન અંગે ખૂબ જ સહજ થઈ ગયો છું.
થોમસ, જેમણે પ્રોગ્રામર તરીકે કામ કર્યું હતું, તેનો જન્મ જર્મનીમાં થયો હતો. તેઓ કહે છે કે સમયે તેમની સ્થિતિ વધુ સારી બનાવી છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે સમય મલમની જેમ કામ કરે છે અને સમયની સાથે હું વધુ સારો બની ગયો છું. મને એક અંદાજ હતો કે તે મારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યું છે.
ન્યુયોર્ક ટાઇમ્સ સાથેની વાતચીતમાં પોતાની સ્ટોરી શેર કર્યા પછી થોમસ એકદમ વાયરલ થયો હતો અને તેને ઘણા વિચિત્ર સૂચનો પણ મળી રહ્યા છે. તેણે કહ્યું કે એક વ્યક્તિએ મને કહ્યુકે, તે મને કેટલાંક ભવિષ્યવાદીઓને મળાવી શકે છે. તો એક વ્યક્તિ મને અમુક પ્રકારની દવાઓ લેવાનું સૂચન કરી રહ્યો હતો જેથી મને મારો પાસવર્ડ યાદ આવી શકે.
જો કે, થોમસ અત્યારે કોઈ સૂચનો લઈ રહ્યો નથી અને તેની પાસે હજી એક છેલ્લી આશા છે. થોમસે પોતાનું આયરનકે સુરક્ષિત રીતે રાખ્યું છે જેથી ભવિષ્યમાં જો કોઈ પાસવર્ડને ક્રેક કરવાના ફૂલપ્રુફ આઈડિયા સાથે આવે છે, તો તે તેનો ઉપયોગ કરી શકે છે. જોકે, ત્યાં સુધી થોમસની રાહ જોવી પડશે.