જ્યારે બધા જીવ બચાવીને ભાગી રહ્યા હતા ત્યારે આ ભારતીયએ દેખાડી હતી બહાદૂરી, બચાવ્યા અનેક લોકોનાં જીવ

ન્યૂઝીલેન્ડનું ઓકલેન્ડ શુક્રવારે આતંકવાદી હુમલાથી હચમચી ગયું હતું. શહેરના મોલમાં એક વ્યક્તિએ હાથમાં છરી લઈને અલ્લાહ અલ્લાહની બુમો પાડતા લગભગ 6 લોકોને ઘાયલ કર્યા હતા. જોકે પોલીસે હુમલાખોરને સ્થળ પર જ મારી નાખ્યો હતો, પરંતુ આ પહેલા એક ભારતીય વ્યક્તિ અમિત નંદે જે કર્યું તે ખરેખર પ્રશંસનીય છે.

Advertisement

સમાચાર અનુસાર, અમિત નંદ ઓકલેન્ડના સુપર માર્કેટમાં ખરીદી માટે ગયા હતા. આ દરમિયાન, તેણે ઘણા લોકોના અવાજ સાંભળ્યા, જેના કારણે તે ખૂબ જ ડરી ગયો અને અહીં-તહીં જોવા લાગ્યો. તે આખો મામલો સમજે તે પહેલા જ લોકો અહીં-તહીં દોડવા લાગ્યા અને આ દરમિયાન તેમની નજર એક એવા માણસ પર પડી જે હાથમાં છરી લઈને ‘અલ્લાહ-અલ્લાહ’ ના નારા લગાવીને લોકોને નિશાન બનાવી રહ્યો હતો.

Advertisement

અમિતના કહેવા મુજબ, જ્યારે લોકો ડરથી બહાર દોડી રહ્યા હતા ત્યારે ઘણા લોકોએ તેમને બિલ્ડિંગની બહાર આવવા માટે પણ કહ્યું હતું. પરંતુ આ દરમિયાન તેની નજર એક મહિલા પર પડી જે મદદ માટે આજીજી કરી રહી હતી. આવી સ્થિતિમાં અમિતે ભાગવાને બદલે મહિલાને હુમલાખોરથી બચાવવાનું નક્કી કર્યું. આ પછી, અમિતે નજીકમાં ઉભેલા વ્યક્તિ પાસેથી લાકડી લીધી અને હુમલાખોરને લાકડી વડે માર્યો. બંને વચ્ચે લાંબા સમય સુધી ઝપાઝપી ચાલી હતી. આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને ગોળી મારી દીધી હતી.

અમિતે કહ્યું કે, હુમલાખોર ખૂબ જ ખતરનાક હતો અને તેની પાસે મોટી છરી હતી. તે અલ્લાહ અલ્લાહના નારા લગાવીને વારંવાર લોકોને મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમિતે સુપરમાર્કેટમાં હાજર ટુવાલ અને નેપકિન્સની મદદથી ઘાયલ લોકોનું લોહી સાફ કર્યું. આ પછી ટીમ મદદ માટે ત્યાં પહોંચી. ખાસ વાત એ છે કે, જો આ પ્રસંગે અમિત નંદે પોતાનું સાહસ અને હિંમત ન બતાવી હોત તો ચોક્કસપણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હોત. આવી સ્થિતિમાં હવે દરેક અમિતના વખાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ હુમલાખોરની ઓળખ શ્રીલંકાના નાગરિક તરીકે થઈ છે, જેની ઉંમર 32 વર્ષ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2011માં તે શ્રીલંકાથી અમેરિકા આવ્યો હતો. એટલું જ નહીં, પણ વ્યક્તિને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા કેસોમાં જેલ પણ થઈ છે. તે થોડા દિવસ પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. પોલીસ આ હુમલાખોર પર 24 કલાક નજર રાખી રહી હતી, તેમ છતાં તેણે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો.

અહેવાલો અનુસાર, હુમલાખોરે 6 લોકોને ઘાયલ કર્યા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને તે પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું, “આજે જે થયું તે એક ઘૃણાસ્પદ, નફરત ભરેલી અને ખોટી ઘટના હતી” જેસિન્ડાએ હુમલાખોરને શ્રીલંકા મૂળના આઇએસઆઇએસ આતંકવાદી ગણાવ્યો છે. તો, મોલે ફેસબુક પર એક નિવેદન બહાર પાડ્યું હતું કે, “પરિસ્થિતિ પોલીસના હાથમાં છે અને તેમની સાથે સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. અત્યારે મોલ બંધ છે.”

Advertisement

Leave a Reply

error: Content is protected !!