મૃત નાગિન પાસે પહેરો દઈને બેસી રહ્યો નાગ, કારણ જાણીને ચોંકી જશો

તમે ફિલ્મોમાં નાગ-નાગિનની વાર્તાઓ સાંભળી હશે કે નાગ અને નાગિન છૂટા પડી ગયા પછી કેવી રીતે પાછા મળે છે? નાગિન નાગના મોતનો કેવી રીતે લે છે? પણ હાલમાં જે કંઈ બન્યું એ ફિલ્મી નહીં પણ રિયલ ઘટના હતી. જ્યાં નાગ નાગિનના મૃતદેહને પહેરો રાખીને બેઠો હતો.

Advertisement

આ મામલો ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લાના નગલા ડલ્લુ વિસ્તારનો છે. અહીં એક નાગ અને નાગિનની જોડી અનેક વખત દેખાતી હતી. ગઈ રાત્રે એક નોળિયાએ નાગિનને મારી નાખી હતી. ત્યારથી નાગ તેના મૃતદેહ પાસે બેસીને તેનું ધ્યાન રાખી રહ્યો છે.

Advertisement

આ નજારો જોઈને આજુબાજુ ગામના લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. જેમાંથી કેટલાક લોકોએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું.

ગામના લોકોનોનું કહેવું છે કે અહીંના દેવ સ્થાન પર આ નાગ-નાગિનની જોડી અવારનવાર દેખાતી હતી. મોડી રાત્રે નોળિયા અને નાગિન વચ્ચે ફાઈટ થઈ હતી, જેમાં નાગિનનું મોત થયું હતું, ત્યારથી આ નાગ અહીં પહેરો દઈ રહ્યો છે.

અમુક લોકો કહી રહ્યા છે કે નાગ નોળિયા સાથે જ્યાં સુધી નાગિનના મોતનો બદલો નહીં લઈ લે ત્યાં સુધી શાંત બેસશે નહીં. જોકે નાગ-નાગિનના આ પ્રેમના લોકો ખૂબ વખાઈ કરી રહ્યા છે. લોકોમાં હાલ આ મામલો કૌતુકનો વિષય બન્યો છે.

Advertisement

Leave a Reply

error: Content is protected !!