શહબાદે યુવતીને સ્ક્રૂડ્રાઇવરથી 51 વાર કરી મારી નાખી, છાતી ને ગળા પર ધડાધડ મારવા લાગ્યો
એક ખૂબ જ શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રણયત્રિકોણમાં એક યુવતીની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ યુવતીનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેનો જ પ્રેમી હતો. જેમાં પ્રેમીએ ફ્લાઈટમાં આવી પ્રેમી સાથે પહેલા સેક્સ માણ્યું હતું પછી સ્ક્રૂડ્રાઇવરથી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ કેસમાં હવે ચોંકવાનારો ઘટસ્ફોટ થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, યુવતીને ગળા, છાતી તથા શરીરના અન્ય ભાગમાં સ્ક્રૂડ્રાઇવર જેવા તીક્ષ્ણ હથિયારથી 26 વખત માર મારવામાં આવ્યો હતો. પોલીસ હવે પ્રેમી શહબાદ ખાનને શોધી રહી છે.
હત્યા કરવા ફ્લાઈટમાં આવ્યો
પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવતી નીલ કુસુમની માટે પ્રેમી શહબાદ ખાન ગુજરાતથી ખાસ આવ્યો હતો. તેને શંકા હતી કે નીલ કુસુમ અન્ય યુવકને પ્રેમ કરવા લાગી છે. શહબાદને શોધવા પોલીસે ચાર ટીમ બનાવી છે. પરિવારે કહ્યું હતું કે નીલ કુસુમ 9થી 12 ધોરણ સુધી જે બસમાં જતી હતી તે જ બસમાં શહબાદ કંડક્ટર હતો. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થયો હતો. સ્કૂલનો અભ્યાસ પૂરો થયા બાદ નીલ કુસુમ ઘરે રહીને વધુ અભ્યાસ કરતી હતી. તેના પિતાએ કહ્યું હતું કે આ વર્ષે તે કોલેજમાં એડમિશન લેવાની હતી, પરંતુ શક્ય બન્યું નહોતું. હવે તે આવતા વર્ષ માટે તૈયારી કરતી હતી.
પ્રેમિકાને અન્ય સાથે સંબંધ હોવાની શંકા હતી
આ ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લાની છે. આરોપી શહબાદ ગુજરાતથી કોરબા હત્યાના ઈરાદા સાથે આવ્યો હતો. નીલ કુસુમે શહબાદ સાથે વાતચીત ઓછી કરી નાખી હતી. શહબાદ ગુજરાતમાં એક કંપનીમાં કામ કરતો હતો અહીંથી તે જ્યારે પણ નીલ કુસુમને ફોન લગાવે તો તેનો ફોન બિઝી આવતો હતો. આ જ કારણે તેને શંકા ગઈ કે નીલ કુસુમના સંબંધો અન્ય યુવક સાથે છે. શહબાદને શંકા હતી કે નીલ કુસુમનું અફેર આશીષ કેરકેટ્ટા સાથે ચાલી રહ્યું છે. તેણે કુસુમને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આશીષ તથા કુસુમ દૂરના સંબંધીઓ હતા અને તેઓ એકબીજાને ઘરે પણ જતાં હતાં.
પ્રેમના સોગંધ આપી સંબંધ બાંધ્યા
શહબાદે કુસુમને બેવફા માનીને તેની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. તે ખાસ તૈયારીઓ કરીને ગુજરાતથી ફ્લાઇટમાં કોરબા આવ્યો હતો. અહીંયા તેણે કુસુમનો સંપર્ક કર્યો હતો. 24 ડિસેમ્બરના રોજ કુસુમને પોતાના ઘરે બોલાવી હતી. તેણે પ્રેમના સોગન આપીને પહેલાં કુસુમ સાથે સેક્સ માણ્યું અને પછી અચાનક જ સ્ક્રૂડ્રાઇવરથી હત્યા કરી નાખી હતી. તેણે કુસુમના શરીર પર 26થી વધુ જગ્યાએ સ્ક્રૂડ્રાઇવર માર્યું હતું. કુસુમ બૂમો ના પાડે તે માટે મોં પર તકિયો દબાવી દીધો હતો. ઘટના સમયે શહબાદે પોતાનો મોબાઇલ ફોન બંધ રાખ્યો હતો.
મોબાઇલ ટ્રેસ કરીને ધરપકડ કરવામાં આવશેઃ પોલીસે કહ્યું હતું કે આરોપી લગભગ ટ્રેસ થઈ ચૂક્યો છે. ઘટના સ્થળે મળેલા પુરાવા, વ્હોટ્સએપ ચેટ તથા મોબાઇલ કૉલ ડિટેલ પરથી પ્રેમ પ્રસંગ હોવાનું સિદ્ધ થયું હતું. પોલીસે કહ્યું હતું કે ગુજરાતથી બે દિવસ પહેલાં જ શહબાદ રાયપુર ફ્લાઇટમાં આવ્યો હતો. પછી બસથી કોરબા આવ્યો હતો. તે અહીંની એક હોટલમાં રોકાયો હતો. તે વ્હોટ્સએપથી નીલ કુસુમના સંપર્કમાં રહ્યો હતો. યુવતીના પેરેન્ટ્સ તથા ભાઈ બહાર જતાં તે તેનાં ઘરે આવ્યો હતો. શહબાદ તેના જશપુર સ્થિત ઘરમાં નથી.
યુવતી અસ્તવ્યસ્ત હાલતમાં પડી હતી
પોલીસ તપાસમાં રૂમમાં યુવતી અસ્તવ્યસ્ત હાલતમાં પડી હતી. તેના કપડાં તથા આપત્તિજનક સામાન મળી આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે પંપ હાઉસ કોલોનીમાં બુધરામ પન્ના પરિવાર સાથે રહે છે. તેની પત્ની સ્કૂલમાં છે. 24 ડિસેમ્બરે સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હોવાથી તે સ્કૂલે હતી. 18 વર્ષીય દીકરો પણ માતા સાથે ગયો હતો. બુધરામ મજૂરી કામ કરે છે અને તે પણ જલ્દી નીકળી ગયો હતો.
ભાઈએ બહેનની લાશ જોઈ અને…
ઘરમાં 20 વર્ષીય દીકરી નીલ કુસુમ એકલી હતી. માતાને સ્કૂલે મૂકીને દીકરો નિલેશ જ્યારે 11 વાગ્યે ઘરે આવ્યો તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. અનેકવાર બૂમ પાડવા છતાં જ્યારે દરવાજો ના ખુલ્યો તો તે ઘરના પાછળના હિસ્સે ગયો હતો. પાછળનો દરવાજો ખુલ્લો હતો. અહીંથી ઘરમાં ઘુસ્યો તો રૂમમાં બહેનની લાશ પડી હતી. તેના ચહેરા પર ઓશીકું હતું. ભાઈએ તરત જ બહેનને ફોન કર્યો. પિતાએ પોલીસને માહિતી આપી હતી.